14, સપ્ટેમ્બર 2020
792 |
દિલ્હી-
લોકસભામાં આજે ચોમાસુ સત્રના આરંભમાં ટીએમસી સાંસદ સૌગાત રોયે નાણામંત્રી નિર્મલા સીતારમનના પોશાક પર ટીપ્પણી કરતા સંસદમાં હંગામો થયો હતો.
આ અંગેની વિગત એવી છે કે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતા જ ટીએમસી સાંસદ સૌગાત રોયે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન પર કઇક એવી ટિપ્પણી કરી હતી જેથી સંસદમાં હંગામો ખડો થઇ ગયો છે.સ અને તેને લઇને બિનશરતી માફીની માંગ થવા લાગી હતી.
ટિપ્પણી બાદ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ નારાજગી બતાવી રોયને માફી માંગવાનું કહયું હતુ. અને જણાવ્યું હતું કે કોઇના પહેરવેશ પર ટિપ્પણી કરવી તે પણ એક વરિષ્ઠ સભ્યની આ બાબત ખરી નથી. તેમણે બિનશરતી માફી માગવી જોઇએ આ મહિલાનું અપમાન છે.