વડોદરા, તા.૩૦

કોરોનાની મહામારીનાં બે વૃષના અંતરાલ બાદ ઉત્સવપ્રિય નગરીમાં શહેરની શાન સમા દર વર્ષે અષાઢી વદ બીજના રોજ નિકળતી ભગવાનશ્રી જગન્નાથજીના રથયાત્રા આવતીકાલ તા.૧લીના રોજ શુક્રવારે પરંપરાગત રીતે શહેરના સ્ટેશન ખાતેથી આન, બાન, શાન સાથે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નિકળશે. જેના માટે સ્થાનિક પ્રસાશન તથા ગોત્રી સ્થિત ઈસ્કોન મંદિરના સંચાલન કમિટીએ તૈયારી સંપન્ન કરી દેવામાં આવી છે.

બીજી તરફ પોલીસ તંત્રએ પણ રથયાત્રાના સમગ્ર રૂટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલ અષાઢી બીજ શુક્રવારના રોજ બપોરના અઢી વાગે ભગવાનરી જગન્નાથજી બહેન સુભદ્રા, અને બલરામજીને સુશોભિત કલાત્મક રથામાં બિરાજમાન કરાવીઆ વર્ષે ઈસ્કોન દ્વારા આસ્થાના ઉમંગ ઉત્સાહ પૂર્વક ૪૧મી રથયાત્રા શહેરમાં યોજાશે. જેમાં દેશ-વિદેશના ભકતો સહિત શહેરના નગરવાસીઓ જગતના નાથની રથયાત્રામાં જાેડાશે.

રથયાત્રામાં જાેડાનાર લાખો ભકતો તથા નગરજનોને ઈસ્કોન દ્વારા ૩૦ ટન જેટલા શિરાનો પ્રસાદ સાથેસાથે જાંબુ, બુંદીના પ્રસાદનું વિતરણ કરાશે.

આવતીકાલે શુક્રવાર તા.૧લીના રોજ બપોરના અઢી કલાકે શહેરના રેલવે સ્ટેશનખાતેથી મેયર કેયુર રોકડીયા દ્વારા સોનેરી ઝાડુના ભગવાન સન્મુખ માર્ગનીસફાઈ કરી રથયાત્રાનું જયઘોષ સાથે પ્રસ્થાન કરાવશે.ત્યાર બાદ રથયાત્રામાં જાેડાયેલા ભકતો-સેવકો દ્વારા દોરડા વડે ખેંચીને રથને આગળ ધપાવશે. રથયાત્રાના રૂટ પર નગરવાસીઓ દ્વારા નગર યાત્રાએ નિકળેલા જગતના નાથ, બહેન સુભદ્રા, તથા બલરામજીનું ભવ્ય સ્વાગત કરશે.

અલબત ઉત્સવ અને ધમર્પ્રિય વડોદરા નગરીમાં રથયાત્રાનો નગર વાસીઓમાં અનેરો ઉત્સાહ ઉમંગ અને આસ્થાનો થનગણાટ જાેવા મળી રહ્યો છે. તદઉપરાંત આ રથયાત્રામાં વિદેશના આવેલ વિદેશી ભકતો, ભજન મંડળીઓ ભારતીય સંસ્કૃતિનું ભારે આકર્ષણ જળવાશે.

રથયાત્રાની ૫ૂર્વ સંધ્યાએ સુરક્ષામાં ભાગરૂપે રૂટ પર પોલીસ દ્વારા ફૂટમાર્ચ યોજાઈ

વડોદરા શહેરમાં શુક્રવારના રોજ તા.૧લી એ ૪૧માં યોજાનાર ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાના પોલીસ બંદોબસ્ત અંતર્ગત રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સ્થાનિક પોલીસ તંત્રના પોલીસ કમિશ્નર સહિત જે.સી.પી., ડી.સી.બી. સહિતના ઉચ્ચ અધિકારીઓએ રથયાત્રાના રૂટ પર ફુટ માર્ચ યોજી સુરક્ષા અંગેનું નિરક્ષણ કર્યું હતું. આ ફૂટ માર્ચમાં આર.એફ.ઓ., એસ.આર.પી. તથા સ્થાનિક પોલીસ સુરક્ષા જવાનો તથા ઘોડે સવારની ટીમો જાેડાય હતી અને રથયાત્રાના રૂટ પરનું સુરક્ષા નિરીક્ષણ કર્યું હતું. પોલીસની સુરક્ષા બંદોબસ્તને પગલે શહેરીજનો નિર્ભય બન્યા હતા. તદઉપરાંત પોલીસના ફ્રૂટ માર્ચથી લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

બીડીએસ- ડોગ સ્કવોડ સાથે બોડીવોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો તૈનાત રહેશે

આવતીકાલે રથયાત્રાના સમગ્ર રૂટ પર જંગી પોલીસ કાફલા સાથે બોંબ ડિસ્પોઝલ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ તેમજ બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનોની વિશેષ ટુકડી પણ તૈનાત રહેશે. દરમિયાન આજે બોંબ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોર્ડ દ્વારા રથયાત્રાના માર્ગ પર શંકાસ્પદ ચીજવસ્તુઓની તપાસ કરી હતી. આ ઉપરાંત આવતીકાલે અંતરિયાળ વિસ્તારમાંથી કોઈ કાંકરીચાળો ન થાય તે માટે ગલીઓની અંદરની ઈમારતો પર હાઈરાઈઝ પોઈન્ટ પણ ગોઠવવામાં આવ્યા છે અને ડ્રોન કેમેરા મારફત પર રથયાત્રાના રૂટ પર બાજ નજર રાખવાનું પોલીસે આયોજન કર્યું છે.

પોલીસ કમિ.સહિતાના કાફલાનું મચ્છીપીઠમાં પેટ્રોલીંગ

આવતીકાલે રથયાત્રાનો વડોદરા રેલવે સ્ટેશનથી પ્રારંભ થશે અને લાખો શ્રધ્ધાળુઓના સથવારે તેની બગીખાના ખાતે પુર્ણાહુતી થશે. આ સમગ્ર માર્ગ પર સુરક્ષા વ્યસ્થાનું આજે શહેર પોલીસ કમિ. તેમજ તમામ પોલીસ ઉચ્ચાધિકારીઓ અને જવાનોની હાજરીમાં બંદોબસ્તનું રિહર્સલ હાથ ધરાયું હતું. આજે પોલીસ રિહર્સલ દરમિયાન શહેર પોલીસ કમિ. સમશેરસિંહ તેમજ પોલીસ ઉચ્ચાધિકારીઓ સહિતના જંગી કાફલાએ સંવેદનશીલ વિસ્તારોની ગલીઓમાં જાતે ફુટ પેટ્રોલીંગ કરતા આ વિસ્તારના રહીશો પણ પોલીસ કાફલો જાેવા માટે ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત આરએએફની ટુકડીએ પણ આજે રૂટ પર ફુટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.