અમદાવાદ-

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની આગામી પેટા ચૂંટણી અન્વયે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ્ના સ્ટાર પ્રચારકો અને પ્રદેશ ભાજપ્ના અગ્રણીઓ આઠે આઠ વિધાનસભા બેઠકો પર જંજાવાતી ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. જેના સંદર્ભમાં આજે 28 ઓક્ટોબરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો લીંબડી અને મોરબી વિધાનસભા ક્ષેત્રનો અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાનો અબડાસા વિધાનસભા ક્ષેત્રનો ચુંટણી પ્રવાસ નક્કી થયા છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ 28 ઓક્ટોબરના રોજ પટેલના જીન - લીંબડી ખાતે જાહેર સભા સંબોધશે અને ત્યારબાદ સામાજિક અગ્રણીઓ અને વેપારી આગેવાનો સાથે તથા લીંબડી વિધાનસભા ક્ષેત્રના ભાજપ્ના સંગઠનના હોદ્દેદારો અને અગ્રણી કાર્યકતર્ઓિ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.28 ઓકટોબરે જ બીજા તબક્કામાં મુખ્યમંત્રી રૂપાણી તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાંજે 5 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મોરબી ખાતે જાહેરસભાને સંબોધશે અને ત્યારબાદ સાંજે 6.15 કલાકે સ્કાય મોલ, શનાળા રોડ ખાતે સામાજિક અગ્રણીઓ તથા સમાજના શ્રેષ્ઠીઓ અને બુદ્ધિજીવીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

28 ઓકટોબરના રોજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અબડાસા વિધાનસભા ખાતે સવારે 10 કલાકે રોહા પાટીયા, તા. નખત્રાણા ખાતે કિસાનો સાથેની જૂથ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને બપોરે 12 કલાકે કનકપર, તા. અબડાસા ખાતે જાહેરસભાને સંબોધશે. આ ઉપરાંત તેઓ બપોરે 4 કલાકે લોહાણા મહાજન વાડી, નખત્રાણા ખાતે લોહાણા મહાજન સમાજના અગ્રણીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. સાંજે 6.30 કલાકે રામાણી ગ્રાઉન્ડ, નખત્રાણા ખાતે જાહેર સભા સંબોધશે. જ્યારે 29 ઓક્ટોબરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અબડાસા બેઠક પર બપોરે 4 કલાકે દયાપર, તા. લખપત અને સાંજે 6 કલાકે વિથોણ, તા. નખત્રાણા ખાતે જાહેર સભાઓ સંબોધશે. આ ઉપરાંત 29 ઓકટોબરના રોજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા કરજણ વિધાનસભા બેઠકમાં સાંજે 5 કલાકે, પોર, તા. વડોદરા અને સાંજે 6.30 કલાકે સાધલી, તા. શિનોર ખાતે જાહેર સભાઓ સંબોધશે..