આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ,વતન રાજકોટમાં વજુભાઈ વાળાના આશીર્વાદ લીધા
02, ઓગ્સ્ટ 2021 2475   |  

ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે તા. 2 ઓગસ્ટ તેમના 65મા જન્મદિવસની શરૂઆત ભાજપના દિગ્ગજ નેતા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ, ગુજરાતમાં નાણા મંત્રી તરીકે સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર પૂર્વ નાણા મંત્રી અને રાજકોટના પૂર્વ મેયર એવા વડીલ વજુભાઈ વાળાના વહેલી સવારે રાજકોટ ખાતે આશીર્વાદ મેળવ્યા હતા.


વજુભાઇ વાળાએ આ પ્રસંગે 65મા જન્મ દિવસ અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળતા પૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ વિજય રૂપાણી તેમજ સમગ્ર રાજ્ય સરકારને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી. 

મુખ્યમંત્રી રૂપાણીએ આજે વહેલી સવારે તેમના માર્ગદર્શક અને પૂર્વ રાજ્યપાલ-નાણા મંત્રી વજુભાઈ વાળાની તેમના ઘરે રાજકોટ ખાતે શુભેચ્છા મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા.


આ મુલાકાત વેળાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વર પરમાર,સાંસદ શ મોહન કુંડારીયા,

ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદ પરમાર,  લાખાભાઈ સાગઠીયા, અરવિંદ રૈયાણી, મેયર પ્રદિપ ડવ, અંજલીબેન રૂપાણી, અગ્રણીઓ નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી, રાજુ ધ્રુવ, કલેક્ટર અરુણકુમાર મહેશ બાબુ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution