ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી યોજવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જેથી આજે સાંજના સમયે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને કેટલા ઉમેદવારો વચ્ચે જંગ રહેશે તેની યાદી જાહેર થશે. આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. રાજ્યની ખાલી પડેલી ૮ બેઠકોની પેટાચૂંટણી પર ૧૩૩ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૩૩ રદ થયા છે અને ૧૦૨ ઉમેદવારી ફોર્મ માન્ય રખાયા છે. આજે સાંજે તમામ ૮ બેઠકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. 

ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૧૯ ઓકટોમ્બર હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવાર રહ્યા છે. તે ચિત્ર આજે સાંજે સ્પષ્ટ થશે. દરમિયાન ગઈકાલે ઉમેવારીપત્રો ભરવાનાં છેલ્લા દિવસે ૭૧ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતાં. સૌથી વધુ ૨૦ ઉમેદવારોએ સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે બધી જ આઠ બેઠકો પર પોતાનાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. અને ચૂંટણી પ્રચાર શરૂ કરાયો છે. આઠ બેઠકો નીચે પેટાચૂંટણી આ બેઠકોની પેટાચૂંટણી આગામી ૩જી નવેમ્બરે યોજાશે.અને ૧૦મી નવેમ્બરે મત ગણતરી થશે.

ગુજરાત રાજ્યની બેઠકો પર વિભાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. તમામ પક્ષોની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે કેટલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચે છે? તેની રાહ જોવાય રહી છે. આજે સાંજ સુધીમાં પેટા ચૂંટણીના ઉમેદવારનુ ચિત્ર સ્પષ્ટ થશે અને ત્યારબાદ રાજકીય માહોલ ગરમાશે, તેમ જણાય રહ્યુ છે. કેટલાક અપક્ષ ઉમેદવારો છેલ્લા દિવસોમાં ફોર્મ પરત ખેંચી લેતા હોય છે ત્યારે પેટા ચૂંટણીમાં શું થાય છે? તે જોવુ જ રહ્યું.