મુંબઇ 

દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્નાની દીકરી અને બૉલીવુડ એક્ટ્રેસ ટ્વિન્કલ ખન્ના આજે 27 ડિસેમ્બરે પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે. આજે ટ્વિન્કલ ખન્ના સાથે તેના પિતાનો પણ જન્મદિવસ છે, જોકે રાજેશ ખન્ના હવે આપણી વચ્ચે નથી. ટ્વિન્કલ ખન્નાનો જન્મ 29 ડિસેમ્બર 1973ના રોજ થયો હતો. એક્ટ્રેસે તેની ફિલ્મી કરિયરમાં ફક્ત 14 ફિલ્મો કરી છે. પરંતુ ટ્વિન્કલ ખન્નાની ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખાણ છે. તમને જણાવી દઈએ કે મિસિસ ફની બોન્સ નામની એક બેસ્ટ સેલર પુસ્તક લખી છે. આ પુસ્તક માટે તેમને વર્ષ 2016માં ક્રૉસ વર્ડ બુક એવૉર્ડ પણ મળ્યો હતો. ટ્વિન્કલ ખન્ના ન ફક્ત એક અભિનેત્રી અને લેખક છે, પરંતુ તે એક ઈન્ટિરિયર ડિઝાઈનર પણ છે. ચાલો જાણીએ ટ્વિન્કલ ખન્ના વિશે કેટલીક રસપ્રદ જાણકારી. 

ટ્વિન્કલ ખન્નાએ વર્ષ 1995માં ફિલ્મ 'બરસાત'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ મળ્યો હતો. લોકોને લાગ્યું કે બૉલીવુડને ટ્વિન્કલ ખન્નાના રૂપમાં એક નવી સ્ટાર અભિનેત્રી મળી ગઈ, પરંતુ આ ફિલ્મ બાદ ટ્વિન્કલનું કરિયર ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું.

ટ્વિન્કલે બરસાતની સફળતા બાદ 14 ફિલ્મો સાઈન કરી હતી. પરંતુ એમાંથી એક જ હિટ રહી હતી. તેણે વર્ષ 2001માં પોતાની છેલ્લી ફિલ્મ લવ કે લિયે કુછ ભી કરેગા કરી હતી અને આ ફિલ્મ પણ ફ્લૉપ રહી હતી. બાદ ટ્વિન્કલ ખન્નાએ અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા.

અક્ષય કુમાર સાથે લગ્ન કરવા અંગે તેણે એક ઈન્યરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તેણે અક્ષય કુમારને ડેટ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે તે એક લાંબા રિલેશનશિપમાંથી બહાર નીકળી હતી અને થોડો સમય એન્જૉય કરવા માંગતી હતી. પરંતુ અક્ષયનો સાથે ટ્વિન્કલને ઘણો ગમવા લાગ્યો હતો. અને અક્ષયે તેમને લગ્ન માટે પ્રપ્રોઝ કર્યું, ત્યાર બાદ ટ્વિન્કલની ફિલ્મ 'મેલા' આવવાની હતી. ટ્વિન્કલે અક્ષયને કહ્યું હતું કે, જો ફિલ્મ ફ્લૉપ રહી તો હું તમારી સાથે લગ્ન કરીશ અને એવું જ થયું ફિલ્મ આપી અને ફ્લૉપ રહી. ત્યારે ટ્વિન્કલે અક્ષયને લગ્ન માટે હા પાડી દીધી.

શું તમે જાણો છો કે ટ્વિન્કલ ખન્નાની સગાઈ બે વાર થઈ હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્વિનક્લે પોતાના જીવનમાં બે વાર સગાઈ કરી છે, ટ્વિન્કલ અને અક્ષયની પહેલી સગાઈ કૌટુંબિક કારણોસર તૂટી ગઈ હતી. બાદ બન્નેએ ફરીથી સગાઈ કરી 7 જાન્યુઆરી 2001ના રોજ 50 લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા.