12, ઓગ્સ્ટ 2020
1287 |
જ્યોતિષીઓ મુજબ 12 ઓગસ્ટે મનાવવાનું નક્કી કરાયું છે. આ વર્ષે કાન્હાને ભોગ માટે બહારથી મીઠાઈ લાવવાને બદલે તમે ઘરે જ દૂધની શુદ્ધ મીઠાઈ ટ્રાય કરી શકો છો. આ મીઠાઈનો ભોગ લગાવવાથી કાન્હાજી ખુશ થશે અને તારી મનોકામનાઓ પણ પૂરી થશે.
સામગ્રી
ઃ
1 લીટર દૂધ ,1 કિગ્રા ફ્રેશ પનીર ,1 કપ ખાંડ ,1 ટી સ્પૂન ઈલાયચી પાવડર ,બદામ-પિસ્તા સમારેલા ,બટર જરૂર મુજબ
રીત ઃ
સૌપ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ગરમ કરવા માટે મૂકો. દૂધ ઉકળીને ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. પનીરને એકદમ મસળીને ભૂકો કરી લેવો. ત્યાર બાદ તેને ઉકળતા દૂધમાં ઉમેરવુ. પનીર બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ખાંડ અને ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તેને ચઢવા દેવું. ત્યાર બાદ એક બટર લગાવેલી થાળીમાં તેને પાથરવું. અને બદામ-પિસ્તાથી ગાર્નિશ કરવું. મિશ્રણ ઠંડું થાય એટલે તેના કટકા કરીને ભોગ માટેની થાળી તૈયાર કરવી. કાન્હા માટે ઘરે જ શુધ્ધ ભોગ તૈયાર થઈ જશે.