ટોક્યો
ભારતના અગ્રણી પુરૂષ આર્ચર અતાનુ દાસ અહીં ચાલી રહેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં પુરુષોની વ્યક્તિગત ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
યુતાનેશીમા ફાઇનલ ક્ષેત્રમાં તેની 16 મેચના રાઉન્ડમાં ટાઇનબ્રેકર બાદ અતાનુએ દક્ષિણ કોરિયાના જિનિએક ઓહને 6-5 થી હરાવ્યો.
આ પહેલા અતાનુએ રાઉન્ડ 32 માં તાઇવાનના યુ ચેંગ ડેંગને 6-4 થી હરાવ્યો હતો.આ મેચ પણ ખૂબ જ રોમાંચક હતી. એક તબક્કે બંને ખેલાડીઓ 4-4થી ટાઇ થઈ ગયા હતા પરંતુ અંતિમ સેટમાં અતાનુએ 26 સામે 28 પોઇન્ટ સાથે વિજય મેળવ્યો હતો.
Loading ...