07, ઓગ્સ્ટ 2021
297 |
ટોક્યો-
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ ચૂક્યા પછી ભારતના સ્ટાર રેસલર બજરંગ પૂનિયા ફ્રી સ્ટાઈલ કુસ્તીના 65 કિલોગ્રામ વર્ગમાં આજે બ્રોન્ઝ મેડલની મેચ રમ્યો હતો. બપોરે 3 વાગ્યે તેની મેચ શરુ થઈ હતી. ક્વાર્ટર ફાઈનલમાં શાનદાર શરુઆત કર્યા પછી બજરંગ સેમી-ફાઈનલ મેચ હારી ગયો હતો. કુસ્તીમાં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની ભારતની છેલ્લી આશા બજરંગ પુનિયા 65 કિલો વજન વર્ગની સેમિફાઇનલમાં હારી ગયો હતો. સેમિફાઇનલમાં બજરંગને અઝરબૈજાનના હાજી અલીયેવે હરાવ્યો હતો. અલીયેવ ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન અને રિયો ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા છે. હાજીએ બજરંગ સામે 12-5થી જીત મેળવી હતી. બજરંગ પુનિયા હવે બ્રોન્ઝ મેડલ મેચ માટે કઝાકિસ્તાનના નિયાઝબેકોવ સામે ટક્કર થઈ હતી. આ બંને ખેલાડીઓ વર્ષ 2019માં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં સામસામે ટક્કરાયા હતા.ટોક્યો ઓલિમ્પિકનો આજે 16 મો દિવસ છે. ભારતના સ્ટાર કુસ્તીબાજ બજરંગ પુનિયા આજે બ્રોન્ઝ મેડલ માટે દંગલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે કુસ્તીમાં એક મેડલ જીત્યો છે. વર્ષ 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં બજરંગ પુનિયા અને નિયાઝબેકોવ સામ-સામે હતા. મેચ 9-9ની બરાબરી પર હતી, ત્યારબાદ બજરંગે નિયાઝબેકોવને વિજેતા જાહેર કરવા પર સવાલો ઉભા કર્યા. તે મેચના નિર્ણય સાથે સહમત ન હતો. 2012 ની લંડન ગેમ્સમાં સુશીલ કુમાર અને યોગેશ્વર દત્તે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રવિ દહિયાએ ગુરુવારે 57 કિલોગ્રામમાં સિલ્વર મેડલ જીત્યો હતો.