લશ્કરનો ટોપ કમાન્ડર ઠાર મરાયો : હવે શ્રીનગરનુ કોઈ જ રહેવાસી નથી આતંકવાદ જુથમાં

દિલ્હી-

કાશ્મીરનાં ડીજી વિજયકુમારે રવિવારે જણાવ્યું કે શ્રીનગરમાં હવે કોઈ રહેવાસી આતંકી સંગઠન લશ્કર-એ-તોયબામાં ઉચ્ચ પદ પર નથી. સુરક્ષા દળ દ્વારા લશ્કરના એક ટોપ કમાન્ડરનાં ઠાર માર્યાના એક દિવસ પછી કુમારે આ વાત જણાવી હતી. કશ્મીર ઝોન પોલીસનાં ટવીટર હેન્ડલ પર ડીજી વિજય કુમારે જણાવ્યુ કે કાલે લશ્કરના આતંકી ઈશ્ફાક રાશીદ ખાનના મૃત્યુ પછી હવે શ્રીનગર જીલ્લાનાં કોઈ જ નાગરીક આતંકી સંગઠનનાં ઉચ્ચ પદ પર નથી. 

શહેરનાં બહારનાં વિસ્તારમાં આવેલા રનબીરગઢ વિસ્તારમાં શનિવારે સુરક્ષા દળ સાથે થયેલી અથડામણમાં લશ્કર-એ તોયબાના ટોપ કમાન્ડર ઈશ્ફાક રશીદ સહીત બે આતંકવાદી ઠાર મારવામાં આવ્યા હતા. ઈશફાક શ્રીનગરનાં સોએજ વિસ્તારનો રહેવાસી હતો. કુમારે હાલમાં જ જણાવ્યુ હતું કે શ્રીનગર શહેર કયારેય આતંકવાદ મુકત નહિં થઈ શકે. કારણ કે અન્ય જીલ્લાથી આતંકવાદી અહી આવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution