મુંબઇ 

દેશના ટૉપ બિઝનેસમેન મુકેશ અંબાણી દાદા બની ગયા છે. તેમના દિકરા આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ ગુરુવારે સવારે 11 વાગ્યે દિકરાને જન્મ આપ્યો. આકાશ અને શ્લોકાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ થયા હતા. તેમના લગ્નના જશ્નના ચર્ચા દેશ-દુનિયામાં થયા હતા.

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશના લગ્ન હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે 9 માર્ચના રોજ થયા હતા. આ લગ્નમાં દેશ વિદેશના મહેમાન સામેલ થયા હતા. ઉદ્યોગ જગત અને રાજનેતા, બોલીવુડ, રમત-ગમત જગતની નામચીન હસ્તીઓએ લગ્નમાં હાજરી આપી હતી. આકાશ અંબાણીના લગ્ન ગુજરાતી રિત રિવાજ મુજબ થયા હતા. આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નની ચર્ચા આખી દુનિયામાં થઇ હતી. આ લગ્નની ભવ્યતાના સમાચાર ન્યૂઝપેપરથી માંડીને ટીવીમાં ખૂબ ચાલ્યા હતા. લગ્નના વીડિયોઝ અને ફોટોઝ ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા.