અરવલ્લી : વર્ષ ૨૦૧૮માં શિક્ષક ભરતીમાં સામાન્ય વર્ગથી ખાલી પડેલ ૧૧૬૭ જેટલી પદ માટે એસટી વર્ગના વિદ્યાર્થીઓથી ભરવાની માંગે લઈને એસટી વર્ગના વિદ્યાર્થીઓ છેલ્લા ૧૮ દિવસોથી ભૂવાલી ગામના કાંકરી ડુંગરી પર વિરોધમાં બેસ્યા છે. આ મુદ્દે ગત રાત્રીથી રાજસ્થાનમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આંદોલનકારીઓએ વાહનો સળગાવાની સાથે પથ્થરમારો કરાયો હતો. અરવલ્લી જીલ્લો રાજસ્થાનને અડીને આવેલો હોવાથી આંદોલનના આગની જ્વાળા અરવલ્લીને દઝાડે તે પહેલા જીલ્લા પોલીસવડા સંજય ખરાતે બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી અમદાવાદ-ઉદેપુર ને. હાઈવે નંબર-૮ પર શામળાજી થી રાજસ્થાન પ્રવેશતા વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે કોઈ પણ પ્રકારની અફવાથી દૂર રહેવા અને અરવલ્લી જીલ્લાની બોર્ડર પર શાંતિપૂર્ણ માહોલ હોવાનું જણાવ્યું હતું. આંદોલનથી ને.હા.ન-૮ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.રાજસ્થાનમાં ચાલી રહેલ શિક્ષક ભરતી આંદોલનનો મામલો ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના નેશનલ હાઈવે નં-૮ પર આવેલા કાંકરી ડુંગર પર આંદોલનકારી યુવકોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનને સમર્થન અપાયું છે. શામળાજી નજીક આંદોલનને સમર્થનમાં આશ્રમ ચાર રસ્તા પર ઉતરી પડેલા યુવકોના ટોળાએ હાઈવે પર ચક્કાજામ કરતા તાબડતોડ પોલીસે તમામ આંદોલનકારી યુવકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. પોલીસતંત્રે અગમચેતીના ભાગરૂપે શામળાજી - ઉદયપુર નેશનલ હાઈવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. ડુંગરપુર પાસે આગચંપીના બનાવો જોવા મળ્યા છે. જેના કારણે શામળાજી પોલીસે ટ્રાફિક ડાર્યવર્ટ કરવામાં આવી રહ્યો છે. ઉદયપુર જતા વાહનો ભિલોડાથી ડાયવર્ટ કરાયા છે. ભિલોડાથી અંબાજી, આબુરોડ ડાયવર્ટ કર્યા છે. શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે ૮ બંધ કરાયો હતો.
Loading ...