અમદાવાદ-

આડા સંબંધોની કરુણ અંજામ સામે આવ્યો છે. જેમાં થોડા દિવસો પહેલા એક 35 વર્ષીય મહિલાની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે સાબરમતી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મહિલાની ભાળ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે મહિલાની ભાળ મળી ન હતી. આ કેસની ગંભીરતાને ક્રાઈમ બ્રાંચે જોઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. જેમાં મહિલા જ્યાં નોકરી કરતી હતી ત્યાં એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

જો કે આ યુવક શાહપુર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં ફરજ બજાવતો અને પરણિત હોવાથી તેની પત્ની સાથે તેના ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. બીજી બાજુ પ્રેમીકા અવાર નવાર ધાક ધમકીઓ આપતી હોવાથી આ યુવકે તેની પ્રેમીની હત્યા કરી દીધી હોવાનું સામે આવતા જ ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે. 7 જુલાઈના રોજ આંબેડકર બ્રીજ થી વાસણા બેરેજ તરફ જતા રોડ પર ઘોબીઘાટની સામે ના રીવરફ્રન્ટ ના ખુલ્લા મેદાનમાં એક 25 થી વધુ ઉમરની અજાણી મહિલાની બોથડ પદાર્થથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગે સાબરમતી રીવર ફ્રન્ટ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથધરી હતી. જો કે પોલીસની તપાસમાં મહિલાની કોઈ ભાડ મળી ન હતી. જેથી ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ આ અંગે ગંભીરતા દાખવીને તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતક મહિલાનું નામ મનીષા બહેન જે વિધવા અને 35 વર્ષના હોવાનું તથા તે ગુમ થયા હોવાથી કાલુપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી મનીષાબહેનની હત્યા કોણે કરી તે અંગે ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ શરૂ કરી હતી ત્યારે બાતમી મળી હતી કે, ઘી કાંટા રાજલક્ષ્મી કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા અને શાહપુર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા હિતેશ શ્રીમાળીની દુકાનમાં મનીષા બહેન નોકરી કરતા હતા અને બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો જો કે બંન્ને વચ્ચે ઝઘડો થતાં હિતેશે મનીષાબહેનની હત્યા કરી છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે હિતેશ શ્રીમાળીને શાહપુરથી ઝડપી પાડ્યો હતો. બાદમાં પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક મનીષા અગાઉ હિતેશની દુકાનમાં નોકરી કરતી હતી. જેથી છેલ્લા પાંચેક વર્થી બંન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. જેની જાણ હિતેશની પત્નીને થતા બંન્ને વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો અને પત્ની છ મહિનાથી પિયરમાં રહેવા જતી રહી હતી. જો કે આ સમયે હિતેશને બીજી એક મહિલા સાથે પ્રેમ સંબંધ થતા મનિષાને આ પ્રેમ સંબંધની જાણ થઈ ગઈ હોવાથી બંન્ને વચ્ચે પણ અવાર નવાર ઝઘડાઓ થવા લાગ્યા હતા, જેથી હિતેશે મનિષાની હત્યા કરી દીધી હોવાનું જણાવ્યું હતું.