વાદળછાયા વાતાવરણ બાદ સૂર્યદેવે તેનું રૌદ્રરૂપ ધારણ કરતાં શહેરીજનો ત્રાહિમામ્‌ પોકારી ઊઠ્યા હતા. અસહ્ય તાપના પગલે લોકોએ બપોર દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. જ્યારે નોકરિયાત વર્ગ ઓફિસમાં રહીને જ કાર્ય કરતા હોવાથી શહેરના વિવિધ રાજમાર્ગો બપોર દરમિયાન સૂમસામ જાેવા મળ્યા હતા.