ગાંધીનગર-

ગુજરાત સરકાર દ્વારા આજ રોજ રાજીના 6 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં શ્રીમતી અનુરાધા મલ, કે.એમ. ભીમજીયાની, સ્વરૂપ પી., એન.બી. ઉપાધ્યાય, મનીષ ભારદ્વાજ, હર્ષદકુમાર આર. પટેલ નો સમાવેશ થાય છે.

શ્રીમતી અનુરાધા મલ આઈ.એ.એસ. ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી, ગાંધીનગરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની બદલી કરીને સ્પીપા માં ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે, (સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન) 


કે.એમ. ભીમજીયાની, આઈ.એ.એસ.ની સ્પીપા આમદવાદથી બદલી સેટલમેન્ટ કમિશનર અને ભૂમિ રેકોર્ડ્સના નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લાંબા ગાળાના તાલીમ વિદેશથી પરત ફર્યા બાદ સ્વરૂપ પી., આઈએએસને વડોદરાના વડોદરાનાં મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિયુક્તિ આપી છે. તો વડોદરાના કમિશ્નર એન.બી. ઉપાધ્યાય, આઈએએસને સરકારના સચિવ (સહકાર, પશુપાલન, ગાય સંવર્ધન અને મત્સ્યઉદ્યોગ), કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં નિયુક્તિ મળી છે.

મનીષ ભારદ્વાજ, આઈએએસને સરકાર, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સચિવ તરીકે નિમણૂક કરેલી છે. તો હર્ષદકુમાર આર. પટેલ, આઈએએસ (આરઆર: જીયુજે: 2005), રાહત કમિશનર અને સરકારના અધિક સચિવ મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર, આગામી રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગાંધીનગરના મુખ્ય કારોબારી અધિકારીના પદનો વધારાનો હવાલો સંભાળી લેશે