વલસાડ કોરોના થી બચવા એક બીજા વચ્ચે બે ગજ ની દુરી અને ફરજીયાત માસ્ક પહેરવા સરકારે ગાઈડલાઈન આપી છે છતાં દરરોજ કોરોના ના દર્દીઓ માં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું હતું કે ગામડાઓ માં કોરોના પ્રવેશી જશે તો સ્થિતિ ખૂબ જ વિકટ બની જશે અને ગામડાઓ માં કોરોના ના સંક્રમણ ન વધે એટલા માં વહીવટી તંત્ર ને સાવચેત રહેવા સુચનો કર્યા હતા પરંતુ વલસાડ અને નવસારી જિલ્લા માં રાજકીય હોય કે વહીવટી તંત્ર હોય બન્ને કોરોના બાબતે બેદરકાર બન્યા છે ગામડાઓ માં અઠવડીયા દરમિયાન એક દિવસ યોજાતા હાટ બજાર માં તંત્ર ની કુંભકર્ણી. નિંદ્રા ને કારણે કોવિડ-૧૯ ના સરેઆમ ધજાગરા થઈ રહ્યા છે વલસાડ અને નવસારી ના ગ્રામ્ય વિસ્તારો માં સપ્તાહ દરમિયાન એક દિવસ ભરાતા હાટ બજારો માં સોસીયલ ડિસ્ટન્સ ના સરેઆમ ધજાગરા થઈ રહ્યા છે. બજાર કરવા આવતા લોકો કોવિડ ૧૯ ની ગાઈડ લાઈન ને નજર અંદાજ કરી મરજી પ્રમાણે એકત્ર થઈ કોરોના ને આમંત્રણ આપી રહ્યા છે. વલસાડ તાલુકા ના ના સેગવા ગામ અને નવસારી જિલ્લા ના ખેરગામ તાલુકા ના વાડ તેમજ ખેરગામ ગામ માં મોટો અઠવાળો ભરાય છે. ખરીદી કરવા લોકો હજારો ની સંખ્યા માં એકત્ર થતા હોય છે પરંતુ હાટ બજાર માં આવતા વેપારીઓ કે મુલાકાતીઓ માંથી મોટા ભાગ ના લોકો માસ્ક વગર નજરે પડે છે સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરતા નથી.વાડ અને ખેરગામ ના અઠવાળા માં પાર્કિંગ ની સુવિધા ના અભાવે આવનાર લોકો પોતા ના વાહન ને માર્ગ પર જ પાર્ક કરી બજાર કરતા હોય છે જેને કારણે માર્ગ પર ટ્રાફિક સમસ્યા સર્જાય છે અકસ્માત ની સંભાવના પણ વધી જાય છે.
રસિકરણ અભિયાનમાં માંડવી નાગરિક બેંકનો સહયોગ
માંડવી. માંડવી નગરની જીવાદોરી સમાન માંડવી નાગરિક સહકારી બેંક દ્વારા પ્રજાજનોને વર્ષોથી વિવિધ પ્રકારે સહકાર અપાય રહ્યો છે. પ્રજાજનોને આર્થિક રીતે સહકાર આપ્યા બાદ હવે તેમના સ્વાસ્થય માટે પણ બેંક દ્વારા આગળ આવવાનો ર્નિણય લેવાયો છે. માંડવી આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત આઉટ ટીચ સેશનમાં સહકાર સ્વરૂપે બેંકનાં ચેરમેન પારૂલબેન સાંગઠિયા તથા મેનેજર અશુતોષભાઈ ઉપાધ્યાય દ્વારા બેંકનું મકાન તારીખ ૨૬/૦૩/૨૦૨૧ ને શુક્રવારનાં રોજ સવારે ૧૦ઃ૦૦ થી ૦૫ઃ૦૦ કલાક સુધી રસીકરણ માટે આપવા તેમજ આરોગ્ય વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે જમવા સહિત સંપૂર્ણ સગવડો પુરી પાડવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ આ રસિકરણ અભિયાનનો લાભ લેવા તમામ પ્રજાજનોને વિનંતી પણ કરવામાં આવી હતી.
Loading ...