ભરૂચ,તા.૭

નમઁદાના ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના કમઁચારીને માર મારી અને ફાયરીંગ કરવાની ફરીયાદ ડેડીયાપાડા પો.સ્ટેશનમાં દાખલ થતાં અંબાજી-ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં ખળભરાટ મચી જવા પામ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવા ભુગર્ભમાં ઉતરી જતાં પોલીસની પકડથી ધારાસભ્ય હાલ દુર છે. પરંતુ ચૈતર વસાવાના સમથઁનમાં કોંગ્રેસ-આપ સમથઁનમાં ઉતરી દરેક તાલુકા મથકે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં નેત્રંગ મામલતદાર કચેરીમાં ઘસી આવી કોંગ્રેસ-આપના કાયઁકરો ભારે સુત્રોચ્ચાર વચ્ચે ચૈતર વસાવાના સમથઁનમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આપ-કોંગ્રેસના આગેવાનોએ અંબાજી-ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાના સમથઁનમાં આદિવાસી સમાજ દિવાળીની ઉજવણી નહીં કરે તેવી જાહેરાત કરાઇ હતી. જે દરમ્યાન કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરીમલસિંહ રણા, કોંગ્રેસી અગ્રણીઓ તેમજ આપના નેતાઓ-કાયઁકરો મોટી સંખ્યામાં જાેડાયા હતા.

આ૫ના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પોલીસ સાથે ચકમક

રાજપીપળા,તા.૭

 ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની તબિયત લથડતાં એમને જ્યુડીશિયલ કસ્ટડી માંથી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી શકુંતલા વસાવાની ખબર જાેવા અમદાવાદથી સીધા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા.આમ આદમી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ચૈતર વસાવાની પત્નીને મળવા આવતા પોલીસે એમને અંદર આવતા રોકતા એમની પોલીસ સાથે ચકમક પણ ઝરી હતી.આ બાબતે ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે હું રાજકારણમાં રહી ડબલ રોલમાં આવી શકું છું ટાઇગર અભી ડરા નહિ.ભાજપે ખોટી રીતે ચૈતર વસાવા પર કેસ કર્યો છે.ચૈતર વસાવા નિર્દોષ છે અને ટુક સમયમાં હાજર પણ થશે, ચૈતર વસાવા પર ખોટો કેશ એ આદિવાસી સમાજ પર હુમલો છે.ચૈતર વસાવા સામે ફરિયાદ કરવા માટે ભાજપના કયા નેતાનો ફોન આવ્યો હતો એ મારે સરકારને પૂછવું છે.મને ડેડિયાપાડામાં લોકોએ કહ્યું સાહેબ ચૈતર વસાવા અમારા હીરો છે એને છોડાવો.