પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ચોથી પુણ્ય તિથિ, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
13, ઓગ્સ્ટ 2020

દિલ્હી-

પ્રમુખસ્વામી મહારાજે 13 ઓગસ્ટ 2016ના રોજ સાંજે દેહ ત્યાગ કર્યો હતો. પ્રમુખસ્વામી મહારાજના અગ્નિ સંસ્કાર સાળંગપુર ખાતે કરવામાં આવ્યા હતા. બોચાસણવાસી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષે બ્રહ્મલીન થયા હતા. આજે તેમની ચોથી પુણ્યતિથિ છે. આજના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમજ ગુજરાતના રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. તેમનું જન્મથી નામ શાંતિલાલ હતું. તેઓ સ્વભાવે શાંત અને શિસ્તબદ્ધ હતા સાથે જ ભણવામાં હોંશિયાર પણ હતા. એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો હતો. પ્રમુખસ્વામી મહારાજે 1940 માં બીએપીએસના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી, જેમણે પછીથી તેમને 1950 માં બીએપીએસના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. યોગીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને તેમના આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસના ગુરુ તરીકે ઘોષણા કર્યા જેની ભૂમિકા તેમણે 1971 માં શરૂ કરી હતી. બીએપીએસ પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાત કેન્દ્રિત સંસ્થાને વિશ્વ ફલક પર ફેલાવી. તેમણે નવી દિલ્હી અને ગુજરાતના ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરો સહિત 1100 થી વધુ હિન્દુ મંદિરો બનાવ્યા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution