ટ્રીપલ ‘એનની એન ડી એ સરકારના ૯મીએ શપથ

નવીદિલ્હી: લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળ્યા બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની સાથે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા બ્લોક પણ દિલ્હીમાં સતત બેઠકો યોજી રહ્યા છે. આજે એનડીએ સંસદીય પક્ષની બેઠક મળી હતી જેમાં નરેન્દ્ર મોદીને સર્વાનુમતે સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટી કાઢવામાં આવ્યા હતાં. મોદી ૯ જૂને વડાપ્રધાન પદના શપથ લેશે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)એ ત્રીજી વખત બહુમતી મેળવી છે. એનડીએ ગઠબંધનને ૨૯૨ બેઠકો મળી છે. જાે કે, ભાજપ એકલા બહુમતીના આંક (૨૭૨)ને સ્પર્શી શક્યું ન હતું અને માત્ર ૨૪૦ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. વિપક્ષી ભારતીય બ્લોકને ૨૩૪ બેઠકો મળી છે. જાે કે આ વખતે ભાજપના નેતૃત્વમાં બનેલી સરકારમાં તેના બે સહયોગી પક્ષો ટીડીપી અને જેડીયુની ભૂમિકા સૌથી મહત્વની રહેવાની છે. એનડીએમાં બીજા અને ત્રીજા સૌથી મોટા પક્ષો અનુક્રમે ટીડીપી અને જેડીયુ છે. ટીડીપી પાસે ૧૬ અને જેડીયુ પાસે ૧૨ સાંસદ છે.

નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. રાજનાથ સિંહે શુક્રવારે જૂના સંસદ ભવનમાં એનડી સંસદીય દળની બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ દરમિયાન ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ મંચ પર હાજર હતા. આ દરમિયાન બીજેપી સાંસદ રાજનાથ સિંહે કહ્યું, ‘હું તમામ નવા ચૂંટાયેલા સાંસદોને અભિનંદન આપવા માંગુ છું. આજે અમે અહીં એનડીએના નેતાની પસંદગી કરવા આવ્યા છીએ. હું માનું છું કે આ તમામ પદો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌથી યોગ્ય છેઅમિત શાહે જણાવ્યું હતું કે એનડીએની બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિહે લોકસભાનાં નેતા, બીજેપી અને એનડીએ સંસદીય દલનાં નેતાનાં રૂપમાં નરેન્દ્ર મોદીનાં નામનો પ્રસ્વાત રજૂ કર્યો હતો. જેનું હું દિલથી સમર્થન કરૂ છું. તેમણે આગળ કહ્યું કે આ પ્રસ્તાવ માત્ર અહીંયા બેઠેલા લોકોની ઈચ્છા નથી. આ દેશની ૧૪૦ કરોડ લોકોનો પ્રસ્તાવ છે. આ દેશનો આવાજ છે. વડાપ્રધાન મોદી આગામી ૫ વર્ષ માટે દેશનું નેતૃત્વ કરશે.

એનડીએની સંસદીય દળની બેઠકમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુંએ કહ્યું કે, તમામ લોકો તમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કેમ કે અમે શાનદાર બહુમતી હાંસલ કરી છે. મે ચૂંટણી પ્રચાર દરમ્યાન દેખ્યું કે ૩ મહીના સુધી વડાપ્રધાને આરામ નથી કર્યો. તેમણે દિવસ રાત પ્રચાર કર્યો છે. આંધ્ર પ્રદેશમાં અમે ૩ જાહેર સભાઓ અને ૧ મોટી રેલી કરી. જેથી આંધ્રપ્રદેશમાં ચૂંટણી જીતવામાં મોટો તફાવત સર્જાયો. પીએમ મોદીએ દેશ માટે કામ કરવું જાેઈએ. અમારો તેમને સંપૂર્ણ સમર્થન છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution