ટ્રમ્પને ઝટકો: ઈરાને F-35 બાદUSના F-15 ફાઈટર જેટને પણ ભોંયભેગું કર્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, માર્ચ 2026  |   2673


તેહરાન   :ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હવે ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે હોર્મુઝ પાસે અમેરિકાના આધુનિક એફ -૧૫ ફાઈટર જેટને તોડી પાડ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે સમગ્ર મધ્ય પૂર્વ યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. વૈશ્વિક તેલ પુરવઠાનો સૌથી મોટો માર્ગ એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હાલ રણમેદાન બની ગયો છે. ઈરાનના સરકારી મીડિયા આઉટલેટ્સે આ ઘટનાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. ઈરાની જાેઈન્ટ એર ડિફેન્સ કમાન્ડના જણાવ્યા અનુસાર, તેમના રડારે દક્ષિણ કિનારા પાસે એક અજ્ઞાત લડાયક વિમાનની ઓળખ કરી હતી. ચેતવણી આપવા છતાં જ્યારે વિમાને પોતાની દિશા ન બદલી, ત્યારે ઈરાની મિસાઈલે તેને લોક કરીને ધ્વસ્ત કરી દીધું હતું. ઈરાનનું કહેવું છે કે અમેરિકન વિમાન સીધી રીતે સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક વિમાન રડાર ક્ષેત્ર પર સતત નિશાને છે, જે પછી થોડી ક્ષણો બાદ આકાશમાં એક જાેરદાર વિસ્ફોટ થતો જાેવા મળી રહ્યો છે. ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવરને અવરોધવામાં આવશે, તો ઈરાનના માળખાગત સુવિધાઓ પર ભીષણ હુમલા કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution