આ કરકરા બ્રેડના ટાર્ટલેટની ખાસિયત છે તેનું મલાઇદાર મિશ્રણ, જે નરમ ભાત, મજેદાર ચીઝ અને રંગબેરંગી શાક તથા લસણ અને ચીલી ફ્લેક્સની સુગંધવાળું તૈયાર થાય છે. આ ચીઝી રાઇસ ટાર્ટલેટની રચના અને તેની સુવાસમાં ચીઝનું જ વધારે પ્રભુત્વ છે. ભરપૂર માત્રામાં ભાતનું પૂરણ તેની ઘનતા વધારે છે છતાં તેને નરમ અને મનપસંદ બનાવે છે. 

સામગ્રી :

ટાર્ટલેટ માટે: 

૫ બ્રેડની સ્લાઇસ,પીગળાવેલું માખણ , ચોપડવા માટે.

પૂરણ માટે: 

૧/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ,૩/૪ કપ રાંધેલા ભાત,૨ ટીસ્પૂન માખણ,૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ,૧/૪ કપ ઝીણા સમારેલા લીલા કાંદા (સફેદ અને લીલો ભાગ),૧/૪ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં (લાલ , પીળા અને લીલા),૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ,૧/૪ કપ દૂધ,૧ ૧/૨ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્,મીઠું , સ્વાદાનુસાર.

બનાવની રીત :

ટાર્ટલેટ માટે:

એક મફીન ટ્રેના ૫ મફીન મોલ્ડ પર અથવા ૫ ટાર્ટ મોલ્ડ પર થોડું માખણ ચોપડીને બાજુ પર રાખો.બ્રેડની સ્લાઇસની કીનારીઓ કાપીને વેલણ ફેરવી સ્લાઇસને પાતળી કરી લો.બ્રેડની દરેક સ્લાઇસને મફીન મોલ્ડ અથવા ટાર્ટ મોલ્ડમાં હલકે હાથે મૂકી દોઆગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર તેને ૧૫ મિનિટ સુધી અથવા તે કરકરા બની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરી બાજુ પર રાખો. 

પૂરણ માટે :

એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં લસણ નાંખીને મધ્યમ તાપ થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં લીલા કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ચીઝ, ક્રીમ અને દૂધ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.છેલ્લે તેમાં રાંધેલા ભાત, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.આ પૂરણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.