બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આપઘાતમાંથી તેના ચાહકો બહાર નથી આવ્યા ત્યાં વધુ એક ટીવી કાલાકારે આપઘાત કરી લીધો છે. ટીવી અભિનેતા સુશીલ ગૌડા (Susheel Gowda)એ પોતાના હોમ ટાઉન મંડ્યા (કર્ણાટક)માં આપઘાત કરી લીધો છે. તેના નિધનથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શૉકની લહેર દોડી જવા પામી છે. જોકે, તેના મોતનું કારણે હજુ સુધી સામે નથી આવ્યું. નોંધનીય છે કે 39 વર્ષીય સુશીલે સાતમી જુલાઈનો રાજ આપઘાત કરી લીધો હતો. તે અભિનેતાની સાથે સાથે ફીટનેસ ટ્રેનર પણ હતો.

સુશીલે રોમેન્ટિક સિરિયલ 'અંતપુરા'માં અભિયાન કર્યો હતો. સુશીલ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની જાતને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આગાની ફિલ્મ 'સલગા'માં સુશીલ એક પોલીસકર્મીની ભૂમિકામાં નજરે પડવાનો હતો. આ ફિલ્મમાં અભિનેતા વિજય મુખ્ય રોલમાં છે. નોંધનીય છે કે ગત 14 જૂનના રોજ સુશાંતસિંહ રાજપૂતે મુંબઈ ખાતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ પહેલા ઇરફાન ખાન, ઋષિ કપૂર, સરોજ ખાન, વાજિદ ખાન જેવા મોટા સિતારા દુનિયાને અલવિદા કરી ચુક્યા છે.