ટીવી એક્ટ્રેસ મોહિના કુમારી સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેત્રીની સાથે તેની સાસુ તેમજ ઘણા સ્ટાફના સભ્યો પણ કોરોનાથી સંક્રમિત છે. જે બાદ તેને ઋષિકેશની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને દરેકને તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેમજ દરેકને સલામત રહેવા અપીલ કરી હતી. ટીવી એક્ટ્રેસ મોહિના કુમારી સિંહ અને ઘરના 21 સભ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેઓને ઋષિકેશની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. આ માહિતી તેને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી આપી હતી.