ટીવી શો 'ફ્રેન્ડ્સ'ના કલાકાર જેમ્સ માઈકલ ટાઈલરનું 59 વર્ષની વયે નિધન

ન્યૂયોર્ક-

હોલીવૂડના 90ના દાયકાના મશહૂર ટીવી શો 'ફ્રેન્ડસ'માં ગંથરનું પાત્ર ભજવનાર અભિનેતા જેમ્સ માઈકલ ટાઈલરનું ગત રાત્રે 59 વર્ષની વયે નિધન થયું હતું. વર્ષ 2018માં જેમ્સના ચોથા સ્ટેજના કેન્સરની જાણકારી મળી હતી. તેમણે જૂનમાં જણાવ્યું હતું કે તે કિમોથેરાપી કરાવી રહ્યા છે. કેન્સર સામે લડ્યા પછી ટાયલરનું લોસ એન્જલસમાં તેના ઘરે અવસાન થયું હતું,  આ વર્ષે થયેલ ફ્રેન્ડસ રિયુનિયનમાં જેમ્સ જુમથી જોડાયા હતા. બ્રાઈટે ટવીટ કર્યુ હતું કે જેમ્સ માઈકલ અર્થાત આપણા ગંથરનું કાલે રાત્રે નિધન થયું છે તે ખૂબ જ શાનદાર વ્યકિત હતા.

તેમણે પોતાના અંતિમ દિવસો બીજાની મદદ કરવામાં ગાળેલા. ટીવી શો ફ્રેન્ડસમાંથી દુનિયા તેને ગુન્થરતરીકે ઓળખતી હતી, માઇકલના પ્રિયજનો તેને અભિનેતા, સંગીતકાર, અને પ્રેમાળ પતિ તરીકે ઓળખતા હતા.  90ના દાયકાના ટીવી શો 'ફ્રેન્ડસ'માં તમામ 10 સીઝનમાં લગભગ 150 એપિસોડમાં દેખાયા હતા, જે સેન્ટ્રલ પર્કનું સંચાલન કરતો હતો. ટાઈલર 'ફ્રેન્ડસ'ની અન્ય ભૂમિકાઓમાં દેખાયો હતો જેમ કે "સ્ક્રબ્સ," "સબરીના ધ ટીનેજ વિચ" અને "મોર્ડન મ્યુઝિક."

 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution