વડોદરા, તા.૬

વડોદરા શહેરમાં વધી રહેલા કોરોનાના આક્રમણ વચ્ચે આજે સંતકબીર, બરોડા ઓએનજીસી, એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાઈકોલોજીના પ્રોફેસર અને હેડ ઓફિસના સ્ટુડન્સ કાઉન્સિલર સહિત નવા ૧૭૬ કોરોનાના કેસો સામે આવ્યા હતા. સંતકબીર સ્કૂલમાં વધુ ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં ૧૫ દિવસ માટે શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય સ્કૂલ અને કોલેજમાં કોરોના પોઝિટિવ વ્યક્તિના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલ વ્યક્તિઓનું સર્ચ કરવામાં આવી રહ્યું છે. જાે કે, આજે ગઈકાલે ૧૮૧ કેસોની સરખામણીમાં પાંચ કેસોનો ઘટાડો નોંધાતાં નવા કેસ ૧૭૬ નોંધાયા હતા. હાલ શહેરમાં કુલ ૭૨૨ કોરોનાના એક્ટિવ કેસો તરીકે નોંધાયા છે, જેમાં ૬૧૮ હોમ આઈસોલેશન, ૧૦૪ દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ દાખલ હોવાનું જાણવા મળે છે. ૨૦ જેટલા દર્દીઓને વેન્ટિલેટર સાથે રાખવામાં આવ્યા છે જેમાં ૩ દર્દીઓ વેન્ટિલેટર ઉપર, જ્યારે ૧૭ દર્દીઓને વગર વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. એ જ પ્રમાણે, ૮૪ જેટલા દર્દીઓને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે જેમાં ૩૭ દર્દીઓ જરૂરિયાત મુજબ ઓક્સિજન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે ૪૭ દર્દીઓને વગર ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે. આ સાથે ૮૭૯ દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.

આજે દિવસ દરમિયાન મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમોએ શહેરના જેતલપુર, બાજવા, વારસિયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, સુભાનપુરા, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, ગોકુલનગર, માંજલપુર, કપુરાઈ સહિતના વિસ્તારોમાં કોરોનાલક્ષી કામગીરી કરવામાં આવી હતી. અને ૫૮૯૪ કેસોની ચકાસણી કરાઈ હતી, જેમાં ચારેય ઝોનમાં સૌથી વધુ છેલ્લા એક અઠવાડિયાથી પશ્ચિમ ઝોનમાં ૬૯ કેસો સામે આવ્યા છે. અલબત્ત પશ્ચિમ ઝોન કોરોના સ્પ્રેડરનું એપિસેન્ટર તરીકે ઓળખાઈ રહ્યું છે. ઉત્તર ઝોનમાં ૩૮, પૂર્વ ઝોનમાં ર૭, દક્ષિણ ઝોનમાં ર૬ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ગ્રામ્યમાંથી ૧૬ કેસ નોંધાયા હતા.

ઓમિક્રોન કોરોનાની ત્રીજી લહેરમાં વધારે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. શૈક્ષણિક આલમ માટે આ ચિંતાનો વિષય છે. કેટલીક સ્કૂલોમાં પ્રાઈમરી વિભાગ બંધ કરવાની ગતિવિધિઓ હાથ ધરાઈ છે. કોરોનાને લઈને સ્કૂલોમાં વિદ્યાર્થીઓની વર્ગસંખ્યામાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. ભાજપાની મશાલ રેલીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

વડોદરા. વડોદરામાં એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે લોકટોળા ભેગાં ન થાય તે જરૂરી છે. પરંતુ પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષા સાથે થયેલ ચેડાંને લઈ શહેર ભાજપા દ્વારા પંજાબ સરકારનો વિરોધ કરવા માટે મશાલ રેલીનું આયોજન કર્યું હતું. જાે કે, આ રેલીમાં ભાજપાના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જાેડાયા હતા. તમામે માસ્ક તો પહેર્યો હતો પરંતુ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયેલો જાેવા મળ્યો હતો.

૫ાલિકા અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા જાહેર સ્થળોએ ચેકિંગ કરાશે

વડોદરા ઃ વડોદરા શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા જાેઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી છે. આ ટીમ શહેરના માર્કેટ, મોલ, સિનેમા વગેરે સ્થળોએ ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ તેના ચેકિંગ સાથે દંડનીય કાર્યવાહી પણ કરાશે. કોરોનાના વધતા જતા સંક્રમનને રોકવા માટે પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર ડો. સમશેર સિંગ દ્વારા શહેરમ સંયુક્ત કામગીરી કરવા માટે જાેઈનટ એન્ફોર્સમેન્ટ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમ શહેરના માર્કેટ, મોલ, મલ્ટિપ્લેક્સ, પાર્ટીપ્લોટ, બેન્કવેટ હોલ, મેરેજ હોલ અને જાહેર સ્થળોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાય, લોકો બરાબર માસ્ક પહેરે છે કે નહીં તે માટે દંડનીય કાર્યવાહી કરાશે. આજે મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલ સંયુક્ત આદેશમાં પાલિકાના આસિ. મ્યુનિ. કમિશનર (ઝોન) અને પોલીસ વિભાગના તાબા હેઠળના કર્મચારીઓની ટીમ આવતીકાલથી જ ગાઈડલાઈનનું પાલન કરાવવા સહિત ચેકિંગ શરૂ કરશે.