વડોદરા : નવાપૂરા વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષિય યુવતીએ કેરોસિન છાંટીને દિવાસળી ચાંપી દેતા તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. યુવતીએ સુસાઈટ નોટમાં લખ્યું હતું કે “મારા લગ્ન કરશો તો પણ હું ખુશ નહીં રહી શકું.” આ બનાવની જાણ નવાપુરા પોલિસ મથકને થતા તેમને યુવતીની લાશનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ માટે સયાજી હોેસ્પીટલમાં મોકલી આપીને ધટનાની વધુ તપાસ હાથ ઘરી હતી.

નવાપુરા વિસ્તારમાં આવેલ કહાર મહોલ્લામાં માતા પિતા અને ત્રણ ભાઈ બહેનો સાથે રહેતી બાવીસ વર્ષિય હિમાની કહાર સિલાઈ કામ કરીને તેના પરિવારને આર્થિક મદદ કરતી હતી.લગ્ન કરવાની ઉંમર હોવાથી માતા – પિતા દ્વારા સગપણ નક્કી કરવાની વાતો ચાલું કરી હતી. તે દરમ્યાન ગત. સોમવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ હિમાની કહારે ઘરમાં જ પોતાના શરીર પર કેરોસિન છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી.શરીર પરની દાહ વઘી જતા તેને બુમાબુમ કરતા તેના પિતા તેમજ અન્ય રહીશો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ગંભીર રીતે દાઝેલી યુવતીને સારવાર માટે સયાજી હોસ્પીટલમાં ખસેડતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ બનાવની જાણ નવાપુરા પોલિસ મથકને થતા યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ રીપોર્ટ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરતા મૃતક યુવતીના ઘરેથી સુસાઈટ નોટ મળી આવી હતી જેમાં યુવતીએ “મારા લગ્ન કરશો તો પણ હું ખુશ નહી રહી શકું” તેમ લખ્યું હતું. જેથી નવાપુરા પોલિસ મથકે સુસાઈટ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.