અરવલ્લી,તા.૨ 

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસી રહયો છે. અરવલ્લી જિલ્લા પોલીસતંત્રે બૂટલેગરો પર તવાઈ બોલાવતા આંતરરાજ્ય સરહદો પરથી મોટાં પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત થતા બૂટલેગરો પોલીસને થાપ આપવા નિતનવા નુસખા અપનાવી રહ્યા છે.શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રેકટરને અટકાવી ટ્રેકટર પાછળ ફીટ કરેલ લેવલીંગ મશીનના ગુપ્ત ખાનમાં સંતાડી રાખેલો ૨.૫૮ લાખના વિદેશી દારૂ સાથે બે બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.શામળાજી પીએસઆઈ અનંત દેસાઈ અને તેમની ટીમે વેણપુર ગામ નજીક રાજસ્થાનમાંથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરતાં રતનપુર તરફથી બે બુટલેગરોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા ટ્રેકટર લેવલીંગ મશીન સાથે પસાર થતા પોલીસે ટ્રેક્ટરની શંકાસ્પદ ઝડપને પગલે અટકાવી તલાસી લેતા ટ્રેક્ટર પાછળ લગાવેલ લેવલીંગ મશીનમાંથી ગુપ્તખાનું મળી આવ્યું હતું. ગુપ્ત ખાનમાંથી પોલીસને દારૂની બોટલ નંગ-૯૪૮ કીં.રૂ.૨૫૮૯૦૦નો જથ્થો મળી આવતા પોલીસે ટ્રેક્ટર ચદશરથ જાટ (બંને.રહે હરિયાણા) ને દબોચી લઈ ટ્રેકટર,લેવલીંગ મશીન, રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂ.૫૬૮૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટેગરો વિરુદ્ધ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. વિદેશી દારૂનો જથ્થો કોને પહોચાડાવમાં આવી રહ્યો હતો. તે અંગે બંને શખ્શોની સઘન પૂછપરછ હાથ ધરી હતી.