નવસારી-

તાજેતરમાં ચીખલી પાસે આવેલી હોટલ નજીક પાર્ક કરેલી કારમાંથી ગઠીયાઓ ૧.૮૦ લાખની કિંમતના કેમેરાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. કારમાં આવેલા આ ગઠીયાઓમાંથી એકે પહેલા કારની અંદર જાેયું અને પછી ગિલોલથી કારનો કાચ તોડી નાંખ્યો. બીજાે ગઠીયો કારમાંથી બેગ ઉઠાવી ગયો અને પળભરમાં લાખોના કેમેરાની ચોરી કરી ગઠીયાઓ ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. કાર માલિકે ચોરીના ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા કવાયદ હાથ ધરી હતી. એલસીબીની ટીમે ૪ દિવસમાં આ ચોરી કરનાર ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અનેક સ્થળોએ ચોરી કર્યાનો ઘટસ્ફોટપોલીસે ચીખલી હાઇવે પર થયેલી ચોરી કેસમાં પકડેલા ત્રણેય આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ રીઢા ગુનેગારોએ ચીખલી, વલસાડના ડુંગરી અને કોસંબા સહિતના વિસ્તારોમાં ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા કેમેરા બેટરી તેમજ અન્ય કિમતી એસેસરીઝ કબજે લીધી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચોરીની ઘટના અન્ય કાર ચાલકો માટે લાલબત્તી સમાન છે. જેઓ પોતાની કારમાં કિમતી સામાન રાખે છે અને ર્નિજન વિસ્તાર કે પછી હાઈવે પાસે પાર્ક કરે છે તેમને વધુ સાવધ રહેવાની જરૂર છે.

પકડાયેલા આરોપીઓ(૧) અહમદ અલી(૨) સિદ્ધિક દીવાન(૩) તન્વીર અબ્બાસકારનો ગિલોલથી કાચ તોડ્યો, સેકન્ડોમાં બેગ ઉઠાવી ફરારચારેક દિવસ પહેલા નવસારીમાં વેડિંગ વ્યવસાય સાથે જાેડાયેલા જે.ડી.પટેલ નામના કેમેરામેને પોતાની કારને ચીખલી પાસે આવેલી હોટલ પાસે પાર્ક કરીને કામ અર્થ રાત્રિના ૧૦ઃ૩૦ વાગ્યાની અરસામાં ગયા હતા ત્યારે અન્ય કારમાં આવેલા ચોર ટોળકીના સભ્યોએ ગ્રામ્ય વિસ્તારોમાં પક્ષીઓને મારવાના ગિલોલ સાધન વડે કારના વિન્ડોને બ્રેક કરી તેમાં મૂકેલો ૧ લાખ ૮૦ હજારની કિંમતનો કેમેરો ચોરી કરી નાસી ગયા હતા.