લો બોલો...લગ્નના બે દિવસ બાદ ગૌહરને ફ્લાઇટમાં અચાનક મળી ગયો એક્સ-બોયફ્રેન્ડ

નવી દિલ્હી

બિગ બોસ 7ની વિનર અને બોલિવૂડ એક્ટ્રેસ ગૌહર ખાન 25 ડિસેમ્બરે બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે લગ્ન બંધનમાં બંધાઈ ગઈ. અભિનેત્રીના લગ્નમાં અનેક હસ્તીઓ હાજર રહી હતી, પરંતુ એવું લાગે છે કે ગૌહર ખાન લગ્ન પછી પણ પોતાના કામમાં ખૂબ વ્યસ્ત છે. જેના કારણે તેની પાસે હનીમૂન પર જવાનો પણ સમય નથી. લગ્નના બે જ દિવસ બાદ ગૌહર ખાન તેના કામ માટે રવાના થઈ ગઈ છે. ત્યારે હાલમાં જ તે ગૌહર એરપોર્ટ પર જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

હાલમાં જ ગૌહર ખાનના એક્સ બોયફ્રેન્ડ અને બિગ બોસમાં તેના કો-કન્ટેસ્ટન્ટ રહેલાં કુશાલ ટંડને એક વીડિયો શેર કર્યો છે. જેના દ્વારા તેણે ગૌહરને લગ્નના અભિનંદન પાઠવ્યા છે. હકીકતમાં જે ફ્લાઈટમાં ગૌહર ખાન હતી, તેમાં કુશાલ ટંડન પણ હતો. એવામાં કુશાલે ગૌહર સાથે કેટલાક વીડિયો બનાવ્યા અને પોતાની ઈન્ટાગ્રામ સ્ટોરી પર શેર પણ કર્યા. આ વીડિયોમાં ગૌહર અને કુશાલ જોવા મળી રહ્યાં હતા. 

વીડિયો શેર કરતી વખતે કુશલ ટંડને તેને એક સુંદર સંયોગ ગણાવ્યો છે. વીડિયોમાં કુશલ કહી રહ્યો છે- 'હું કોઈ જગ્યાએ ફરી રહ્યો હતો અને સંયોગથી મને મારી એક જૂની મિત્ર પણ મળી ગઈ. જેણે હાલમાં જ લગ્ન કર્યા છે કદાચ મારે ખરેખર તેને માટે અભિનંદન પાઠવાના હતા. હાય મારા નસીબ. 

વીડિયોમાં ગૌહર અને કુશાલને જોઈને લાગે છે બંને પોતાનો પાસ્ટ ભૂલી ચૂક્યા છે અને બંને વચ્ચેના સંબંધો પણ સારાં છે. તમને જણાવી દઈએ કે, બિગ બોસ દરમિયાન ગૌહર અને કુશાલની જોડી ચર્ચામાં રહી હતી. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને પછી બંનેએ જાહેરમાં પોતાના સંબંધનો સ્વીકાર પણ કરી લીધો. પરંતુ અમુક કારણોસર બંનેનો સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં અને બંને અલગ થઈ ગયા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution