લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, મે 2026 |
3267
આમ આદમી પાર્ટી ના પૂર્વ નેતા અને રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકની મુશ્કેલીઓ વધતી જાેવા મળી રહી છે. તેમની સામે પંજાબના બે અલગ-અલગ જિલ્લાઓમાં FIR નોંધાઈ હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, બંને FIR બિનજામીનપાત્ર કલમો હેઠળ નોંધાઈ છે, જેથી કાયદાકીય પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને FIR અલગ-અલગ ઘટનાઓ સાથે જાેડાયેલી છે. જાેકે, આરોપોની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પંજાબ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જાે જરૂરી લાગે તો ધરપકડ પણ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબ પોલીસની એક ટીમ દિલ્હી ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને પહોંચી હતી, પરંતુ આ સમયે સંદીપ પાઠક ઘરે હાજર નહોતા. એવામાં તેમની શોધખોળ ચાલી રહી છે અને કોઈપણ સમયે તેમની ધરપકડ પણ થઈ શકે છે. આ ઘટનાથી રાજકીય માહોલ ગરમાયો છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, સંદીપ પાઠક સહિત ૬ સાંસદોએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે.