પાદરા

પાદરા જંબુસર હાઇવે રોડ પર થી ડભાસા પાસે મહલી નજીક પસાર થતી નર્મદા કેનાલમાં આજે પરપ્રાંતિય બે યુવાનો ડૂબ્યા હતા. તેઓની વડોદરા ફાયર દ્વારા સઘન શોધખોળ કરવા છતાં પણ મોડી રાત સુધી કોઈ અતો પતો જડયો નહોતો. પાદરા નજીકથી મહલી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં આજે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પરપ્રાંતિય યુપી ના ફરીદાબાદના ૨૦ વર્ષીય બે યુવાનનો નાહવા માટે પડ્યા હતા તેઓ જે નાહવા પડ્યા હતા તેમાંથી એક જાવેદ તેને નાહવા જવા માટે ના પાડવા છતાં કેનાલ મા ઉતર્યો હતો અને બીજાે સૈદાબ તેની પાછળ કેનાળમાં ના ઉતર્યો હતો.

કેનાલમાં ન્હાવા પડ્યા હતા ત્યારે જાવેદ ખાન અને સૈદાબ પૈકી બંને યુવાનો કેનાલમાં દુબતા હોય ત્યારે તેમાંથી કામદાર રવિએ તેમને બચાવવા માટે અન્ય લોકો ની મદદ લઇ કેનાલમાં પડ્યો હતો અને બંને યુવાનોએ બચાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ કમનસીબી બંને યુવાનોને બચાવી શક્યો ન હતો.સાથી કામદાર રવિ વર્મા પણ કેનાલમાં ડૂબવા લાગતાં તે દોરડા ની મદદથી બહાર નીકળ્યા હતા. બન્ને યુવાનો પૈકી જાવેદ પહેલા કેનાલ માં નહાવા પડ્યો હતો અને તેની પાછળ સૈદાબ ગયો હતો પરંતુ જે ૨૦ વર્ષીય બંને યુવાનો કેનાલમાં ડૂબતા સાઈડબે બુમરાણ મચાવી હતી અને ટિ્‌વ સાંભળી સથી કામદાર રવિ તેમને બચવા કેનાલ માં ઉતર્યો હતો.અંકલેશ્વર થી પાદરા પથ્થર કાપવા માટે ની મજૂરી કરવા માટે બે દિવસ પૂર્વે જ આવેલ ચાર કામદારો પૈકી બે કામદારો જાવેદ તેમજ સૈદાબ બંને યુવાનો ૨૦ વર્ષીય યુવાન નાહવા માટે ચેનલમાં ઉતર્યા હતા ઓછું પાણી સમજી અને કેનલ ઊડી ન હોય તેવું વિચારીને બંને યુવાનો કેનાલમાં ઉતર્યા હતા ત્યારે બે પૈકી એક યુવાન ને તરતા આવડતું હતું અને બીજા યુવાનને તરતાં ન આવડતું હતું. પહેલા જાવેદ પડયો હતો જેને તરતા ન આવડતું હતું અને પછી બાદમાં સૈદાબ પડયો હતો જેને તરતા થોડું-ઘણું આવડતું તે અંદર પડ્યો હતો પરંતુ તે પણ તેની સાથે ડૂબવા લાગતા બૂમરાણ થતાં તેમાંથી કામદાર રવિ વર્માએ બંને યુવાનોને બચાવવા માટે કેનાલમાં ઝંપલાવ્યુ હતું અને બંને યુવાને બચાવવાની કોશિશ કરવા છતાં પણ તે જાતે જ ડૂબી જવા લાગતા આસપાસના રહીશોએ દોરડું નાખી રવિને બચાવ્યો હતો અને યુવાનો પાણીમાં તણાઈ જઇ લાપતા બન્યા હતા અને ડૂબી ગયા હતા જ્યારે તમામ બનાવની જાણ પાદરા પોલીસને કરતા પાદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વડોદરા ફાયર ને જાણ કરવામાં આવી હતી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી યુવાનોની શોધખોળ હાથ ધરી હતી બંને યુવાનોને મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં પણ યુવાનો મળી આવ્યા ન હતા.