અમદાવાદ, આજે મોટાભાગના લોકો ગુગલ મેપનો ઉપયોગ કરી રહ્યા છે, તે પછી કોઈ સ્થળ પર પહોંચવા માટે હોય કે સારી રેસ્ટોરન્ટના રીવ્યુ ચેક કરવા હોય. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે આ બધી માહિતી ગુગલ મેપ પર આવે છે કેવી રીતે? તો આજે તમને જણાવીશું કે, કેવી રીતે આ સમગ્ર માહિતી ગુગલ પર અપડેટ થાય છે. ગુજરાતના બે વ્યક્તિ કે જેવો ગુગલ માટે વોલેન્ટીયર તરીકે કામ કરી રહ્યા છે. નરેશ દરજી અને પ્રિયંકા ઉપાધ્યાય ગુગલ લોકલ ગાઈડ તરીકે સેવા આપી રહ્યા છે. નરેશભાઈ ગુજરાત લોકલ ગાઈડ કોમ્યુનિટિ ચલાવે છે જેમા ૨૦૦થી વધારે મેમ્બર જાેડાયેલા છે. આ બંન્ને ગુગલ લોકલ ગાઈડ સમિટ ૨૦૧૮માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ગુગલ દ્વારા તેમને કેલીફોર્નિયા આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમા સ્થાનિક લોકો તેમની આસપાસના વિસ્તારને મેપ પર અપડેટ કરી લોકલ ગાઈડ બની શકે છે. જેમા ૧થી ૧૦ લેવલ હોય છે. લેવલ ૫ પાર કર્યા પછી તમે ગુગલ લોકલ ગાઈડની એન્યુલ સમિટ માટે અરજી કરી શકો છો. જાે તમે સિલેક્ટ થયા તો તેઓ તમને ગુગલ હેડ ક્વાર્ટર ખાતે આમંત્રિત કરે છે. જેનો સંપૂર્ણ ખર્ચ ગુગલ ઉઠાવે છે.