વડોદરા, તા. ૦૪

ન્યુ.વી.આઇ.પી રોડ પર આવેલી સુપર બેકરી પાસે ગત મોડી રાત્રે પસાર થઇ રહેલા વારસિયા વિસ્તારમાં રહેતા એકટીવા ચાલક અને તેના બે મિત્રોને પુરપાટ ઝડપે આવેલ કાર ચાલક મહિલાએ ટક્કર મારી હતી. ત્યારબાદ કાર આગળ જઇ ધડાકા ભેર અથડાતા કાર પણ પલ્ટી જતા એક્ટિવા ચાલક સહિત બે લોકો ઇજાગ્રસ્ત થતા બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

વારસિયા વિસ્તારની પંચશીલ સોસાયટીમાં રહેતા ગૌતમ કમલ નાથાણી અને તેમનો બે મિત્ર સાથે ગઇકાલે મોડી રાત્રે સુપર બેકરી પાસેથી પોતાની એકટીવા લઇને પસાર થઇ રહ્યા હતાં. તે સમયે રાજકોટની વતની અને વડોદરામાં અભ્યાસ કરતી રૂત્વી દિપકભાઇ સીંગાડા પણ મોડી રાત્રે પોતાની કાર લઇને ન્યુ.વી.આઇ.પી રોડ ઉપરથી પુરપાટ ઝડપે પસાર થતી હતી. ત્યારે તેને ગૌતમ કમલભાઇ નાથાણીને જાેરદાર ટક્કર મારતા ગૌતમભાઇ રોડ ઉપર ફોંગાળાઇ ગયા હતા. જયારે રૂત્વીની કાર ધડાકા સાથે રોડ ઉપર પલ્ટી ખાઇ ગઇ હતી. જાે કે મોડી રાત્રે ધડાકા સાથે થયેલા આ બનાવને પગલે વિસ્તારના સ્થાનિક લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા અને એક્ટીવી ચાલક ગૌતમ નાથાણી સહિત બે જણાને ગંભીર ઇજાઓ થતા તેમણે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતના બનાવની જાણ વારસીયા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં. ત્યારબાદ કાર ચાલક રૂત્વી સંગાડા સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ કાર ચાલક યુવતીએ કોઇ નશો કરેલી હાલતમાં હતી કે, કેમ તે અંગે પણ કાર્યવાહી હથ ધરી હતી. જાે કે મોડી રાત્રે બનેલા આ બનાવથી વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.