29, જુન 2021
7425 |
ન્યૂ દિલ્હી
શ્રીનગરના પરમિપોરામાં સોમવારે સાંજથી ચાલુ મુકાબલામાં સુરક્ષાદળો દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આમાં પાકિસ્તાની આતંકવાદી નદીમ અબરાર અને તેના સ્થાનિક સાથીનો સમાવેશ થાય છે. અબરાર લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર પણ હતો. ગઈકાલે તેની ધરપકડ કરવામાં આવી હતી. મોડી રાત સુધી માત્ર એક જ આતંકીના મોત થયાના સમાચાર મળ્યા હતા.

સોમવારે સાંજે છ વાગ્યે સુરક્ષા દળોએ આખો વિસ્તાર ઘેરી લીધો હતો. સૌ પ્રથમ સ્થાનિક લોકોને અહીંથી ખસેડવામાં આવ્યા. અબરારની જગ્યા પર શસ્ત્રોની તલાશી લેવામાં આવી હતી. ત્યારે તેના મકાનમાં છુપાયેલા તેના સાથીએ ફાયરિંગ શરૂ કરી હતી. જેમાં સીઆરપીએફના 3 જવાન અને અબરાર ઘાયલ થયા. જવાબી કાર્યવાહીમાં અબરારનો સાથી માર્યો ગયો. બાદમાં અબરારે પણ દમ તોડ્યો હતો.