17, એપ્રીલ 2021
અમદાવાદ દાણીલીમડામાં એક કાપના ગોડાઉનમાં માલ લેવા આવેલ આઈસર ગાડીમાંથી બે શખ્સો ડિઝલની ચોરી કરતા હતા. જાે કે ગોડાઉનના માલિકે તે લોકોને જાેઈ લેધા ત્યારે આ બંન્ને શખ્સોએ છરીના નોકો તેમની સામેથી જ આઈસર ગાડીમાંથી ૫૦ લિટર જેટલુ ડીઝલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે માલિકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. શહેરના વટવા વિસ્તારમાં રહેતા અને દાણીલીમડા વિસ્તારમાં કૈફ એન્ટરપ્રાઇઝ નામનું વેસ્ટ કાપડનું ગોડાઉન ધરાવતા મોહંમદઅલી અંસારી તેમના ગોડાઉનમાં અલગ અલગ ટ્રાન્સપોર્ટનો માલ રાખે છે. મોહંમદઅલીના ગોડાઉનથી થોડે દૂર ઇરફાન ઉર્ફે કાળીયો અને મોહસીન ઉર્ફે ભક્કમ બેસતા હોવાથી તેઓ લુખ્ખા અને માથાભારે શખસો હોવાથી બન્નેને સારી રીતે ઓળખે છે. ૧૪મીના રોજ સાવારે ૬ વાગ્યે મોહંમદઅલીના ગોડાઉન પર વિકાસ ટ્રાન્સપોર્ટની આઇસર ગાડીમાં કાપડનો વેસ્ટ ભરવા માટે આવી હતી.
જેથી મોહંમદઅલી વહેલી સવારે ગોડાઉન પર પહોંચ્યા હતા. ત્યારે ગાડીનો ડ્રાઇવર ગાડીમાં સુતો હતો. જેથી તેઓ ત્યાંથી ગોડાઉન તરફ નિકળ્યા ત્યારે આઇસર ગાડીમાંથી ઇરફાન અને મોહસીન ડીઝલની ચોરી કરી રહ્યાં હતા. તેથી મોહંમદઅલીએ ગાડીમાંથી કેમ ડિઝલ કાઢો છો. તેમ પુચ્છા કરી હતી. ત્યારે ઇરફા તેમની નજીક આવ્યો હતો અને છરો કાઢી જણાવ્યું હતું કે, આ બાબતે કોઇને કાંઇ જાણ કરી અથવા પોલીસને કહ્યું તો જાનથી મારી નાંખીશ. આવી ધમકીથી મોહંમદઅલી ડરી ગયા હતા અને ત્યાં જ ઉભા રહ્યાં હતાં. આ સમયે બન્નેએ ચાકુની અણીએ ૫૦ લિટરનો કેરબો ભરી ડિઝલ કાઢી લીધુ હતું અને ત્યાંથી જતા રહ્યાં હતા. આ અંગે ગાડીના ડ્રાઇવરને જાણ કરી હતી. પરંતુ તે દિવસે તેને અજમેર માલ પહોંચાડવાનો હોવાથી તે ત્યાં જવા નિકળી ગયો હતો. જાે કે, પરત આવ્યા બાદ આ મામલે દાણીલીમડા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ કરતા પોલીસે બન્ને આરોપીઓની શોધખોળ આદરી છે.