માંડવી, માંડવી પોલીસને બાતમી મળી હતી કે માંડવીનાં વરેઠી ગામ ખાતે રહેતા જાેન રાજેશભાઇ ચૌહાણ અને આશિષ રાજેશભાઇ ચૌહાણ બીજાનાં ખેતરો માંથી મોટરો અને મશીનો ચોરી કરવાની ગુણકીય પ્રવૃત્તિ કરે છે. જેથી પી.એસ.આઈ. દર્શન રાવ દ્વારા પોતાના બાતમીદારોને કામે લગાડતા તેઓ દ્વારા તડકેશ્વર કબ્રસ્તાનની બાજુની જમીન માંથી બે વાર મોટર અને અન્ય કોઈ જગ્યાએથી લોખંડનાં મશીનો ચોરી કરી કરંજ મુકામે ભંગારનું કારખાનું ચલાવતા સાબીદખાન ખાલિદ હુસેન ને વેચી દેવાનું જણાતા પોલીસ દ્વારા સબીદનાં કારખાને જઈ વાતની પુષ્ટિ કરી બંને ચોર ભાઈઓને દબોચી લેવામાં આવ્યા હતા. ચોરેલો માલ વગર પુરાવા જાેયે ખરીદી પોતાનાં ફાયદા માટે તેને તોડી તેનું અસ્તિત્વ નાશ કરી ભંગારમાં ઉમેરી દેતા તેના વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો.