ધોરાજી

ધોરાજી નજીકના ભોળા ગામે લેઉઆ પટેલ સમાજની બે માળની ઇમારત ગત રાત્રીના ધડાકાભેર તુટી પડી હતી. જાે કે, સદનસીબે જાનહાની ટળી છે. જેમાં ગત રાત્રે ૧૧ વાગ્યે બાળાઓ નવરાત્રીની પ્રેકટીસ પૂર્ણ કરીને નીકળી અને રાત્રે ત્રણ વાગ્યે બિલ્ડીંગ જમીનદોસ્ત થઈ હતી અને બાજુમા આવેલ રહેણાંક મકાનની દિવાલને પણ નુકસાન થયું હતું. ધોરાજી તાલુકાના ભોળાગામે આવેલ લેઉવા પટેલ સમાજની બિલ્ડીંગ ખાતે બાળાઓ ગરબાની પ્રેકટીસ કરી રહી હતી. ત્યારે આ સમાજની વાડીમાં ૭૦થી પણ વધુ વ્યકિતઓ હાજર હતી. રાત્રે ૧૧ વાગ્યે બાળાઓ નવરાત્રીની પ્રેકટીસ પૂર્ણ કરીને નીકળી હતી અને અને રાત્રે ત્રણ વાગ્યે લેઉવા પટેલ સમાજની બે માળની વિશાળ ઇમારત એકાએક ધડાકાભેર તુટી પડી હતી. એકાએક આ વિશાળ ઇમારત તુટી પડતા અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. ભોળા ગામે આવેલ લેઉવા પટેલ સમાજ ધડાકા ભેર તુટતા રોડ પર ઉભેલા ટ્રેકટરને પણ નુકસાન થયું હતું. જાે કે આ ઇમારતમાં ગરબાની પ્રેકટીસ કરતી બાળાઓ તેમજ અન્ય લોકો મળી ૭૦ થી વધુ લોકોનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આ વિશાળ ઇમારત તુટી પડતા આસપાસના મકાનોમાં પણ મોટી તીરાડો પડી ગઇ હતી. જેથી આજુબાજુમાં આવેલ મકાનોમાં પણ મોટી નુકશાની થઇ છે.