શ્રીનગર-

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી દીધી છે. કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળોએ સંયુક્ત કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યારે એક આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. આતંકીઓ પાસેથી શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો છે. આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોએ એક એકે 47 રાઇફલ, 300 રાઉન્ડ દારૂગોળો, 6 મેગેઝિન, એક યુબીજીએલ, 12 ગ્રેનેડ, બે મોબાઇલ સેટ અને સેટેલાઇટ ફોન મળી આવ્યો છે.