વડોદરા
વડોદરા શહેરના તાંદલજા ગામે ગવર્મેન્ટ સ્કૂલ ની સામે આવેલ ઈબ્રાહીમ સોસાયટીમાં રહેતા બે યુવાન મિત્રો આજે બપોરે ઘરેથી અન્ય ત્રણ મિત્રો સાથે વડોદરા તાલુકાના કોટણા ગામના મહીસાગર નદી કિનારે પહોંચ્યા હતા. જ્યાં તેઓ કાળઝાળ ગરમીમાં મહીસાગર નદીમાં નાહવા પડ્યા હતા. જ્યાં બે મિત્રો નદીના ઉંડા પાણીમાં ગયા બાદ પાણી નાં વહેણ તણાવા લાગી ડૂબી ગયા હતા. અને મોતને ભેટ્યા હતા. બંને યુવાનોના પરિવારજનોને બનાવની જાણ થતા તેઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને બંને યુવાનોનાં મૃતદેહો ૧૦૮ માં સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા હોસ્પિટલમાં ગમગીની વ્યાપી ગઈ હતી. માહિતગાર સૂત્રો દ્વારા બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે વડોદરા શહેરના ધાંધલજા વિસ્તારમાં આવેલ ગવર્મેન્ટ સ્કૂલ ની સામે ઇબ્રાહિમ નગરમાં રહેતા સોહેબ ઈરફાન ભાઈ પઠાણ ઉંમર વર્ષ ૧૮, તેનો મિત્ર જેનુલ જાકીરભાઇ પટેલ ઉંમર વર્ષ ૧૮ સહિત અન્ય ત્રણ મિત્રો આજે બપોરના સમયે ઘરેથી વડોદરા તાલુકાના કોટણા ગામે આવેલ મહીસાગર નદીના કિનારે પહોંચ્યા હતા. જ્યાં આ મિત્રો ગરમી ના કારણે નદીમાં ન્હાવા ની મજા લેવા નદીમાં નાહવા પડ્યા હતા. મિત્રો પૈકી સોહેબ તથા જેનુલ બંને મિત્રો નદીમાં મોજ મસ્તી કરતા ઊંડા પાણીમાં પહોંચી ગયા હતા. જ્યાં પાણીનું વહેણ વધુ હોવાથી આ બંને મિત્રો તણાવા લાગયા હતા. જેથી તેઓએ બૂમાબૂમ કરતા તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે તે પહેલા જ પાણીના વહેણ સાથે પાણીમાં ઘરકાવ થઈને ડૂબી ગયા હતા. અને મોતને ભેટ્યા હતા. જાેકે આ બનાવની જાણ ગામના સરપંચ નિરવ ભાઈને થતા તેઓ પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. અને સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા બાદ પાણીમાં ગરકાવ થઈને લાપતા બનેલા બંને યુવાનોના મૃતદેહ ની શોધખોળ હાથ ધરી હતી. જાેકે બે અઢી કલાકની જેમત બાદ બંને યુવાનોના મૃતદેહ ફાયર બ્રિગેડ ની રેસ્ક્યુ ટીમ ને મળી આવ્યા હતા. બીજી તરફ આ કરુણ ઘટનાનાં બનાવની જાણ મૃતક યુવાનોના પરિવારજનો તથા મિત્ર વર્તુળ તથા સગા સંબંધીઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ૧૦૮ માં બંને યુવાનોના મૃતદેહ સયાજી હોસ્પિટલમાં આવી પહોંચતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા હોસ્પિટલમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃતક જેનુલ પટેલ તથા તેનો મિત્ર સોહેબ પઠાણ બંને આઈટીઆઈ માં અભ્યાસ કરતા હોવાનું જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અને પરિવારમાં બહેનો વચ્ચે એકના એક જ ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે.