વાઘોડિયા, તા.૧૬ 

વાઘોડિયાના કામરોલ ગામ ના ચિંતન ઊર્ફે ચિરાગ વાસુદેવ ભાઈપટેલ ઊમર વર્ષ ૩૧ રહે. પટેલફળીયુ કામરોલ, તા. વાઘોડિયા, જી- વડોદરા કોઈ કામ અર્થે પોતાનુ બાઈક લઈ કોટંબી તરફ જવા નિકડ્યા હતા. કોટંબી ગામનો ભયલુ ઊર્ફે રાહુલભાઈ ચૌહાણ ઉ.૩૧ વર્ષ બાઈક લઈને કોટંબી ગામનજીક થી પસાર થતા ચિંતન સાથે બાઈક અથડાઈ હતી. બંન્નેની બાઈક પુરપાટ જડપે એકબીજા સાથેની જોરદાર ટક્કરથી બંને રોડપર ફંગોડાઈ ગયા હતાં. બંન્નેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમા ચિંતન ઊર્ફે ચિરાગ ઘટના સ્થળેજ મોતને ભેટ્યો હતો. વિઘવામાતા એક પુત્ર પહેલાજ ગુમાવી ચુકીજેમા બીજો પુત્ર ઘર સંસાર માંડે તે પહેલાજ મોતને ભેટતા પરિવાર પર આભ તુટી પડ્યંુ હતું. સામસામેના બાઈક અકસ્માતમા ૩૧ વર્ષના કોટંબી ગામના રાહુલને ગંભીર ઈજાઓ પહોંચી હતી.