દુબઇ-

ભારતનું મિશન મંગળ સફળ રહ્યું હતું, ત્યારબાદ બોલિવૂડમાં વિદ્યા બાલન અભિનેતા ફિલ્મ બની હતી તે પણ હિટ રહી હતી. ભારત બાદ હવે યુએઈનું મિશન સફળ થયું છે. એટલું જ નહીં હોપ માર્સ મિશન દ્વારા સંયુક્ત આરબ અમીરાતે ઈતિહાસ રચી દીધો છે. યુએઈનું સ્પેસક્રાફ્ટ ‘હોપ’ મંગળ ગ્રહની નજીક પહોંચી ગયું છે. યુએઈના પહેલા ઈન્ટરપ્લેનેટરી અંતરિક્ષ યાન ‘હોપે’ ગયા મંગળવારે સફળતાપૂર્વક મંગળની કક્ષામાં પ્રવેશ કરી લીધો હતો. મળતી માહિતી મુજબ, મંગળ પર યુએઈનું પેહલું મિશન મંગળવારના રોજ લાલ ગ્રહને એકદમ નજીક પહોંચી ગયું અને પહેલા પ્રયાસમાં જ સફળતાપુર્વક તેની કક્ષામાં પણ પ્રવેશ કરી લીધો છે.

ઈંહોપપ્રોબના નામથી ઓળખાનારા યુએઈના માર્સ મિશને એક સંકેત મોકલીને આ અંગેની પુષ્ટી આપી દીધી છે. મંગળ મિશનના ટ્‌વીટર અકાઉન્ટના એક ટ્‌વીટ પ્રમાણે, સફળતા હોપપ્રોબ સાથે સંપર્ક ફરીથી સ્થાપિત થઈ ગયો છે. માર્સ ઓર્બિટ મિશન હવે પૂરુ થઈ ગયું છે. અંતિરક્ષ યાન મંગળની કક્ષામાં પહોંચ્યો તો મંગળની કક્ષામાં પહોંચનારો તે પાંચમો દેશ બની ગયો છે અને અરબ દેશોમાં પહેલો દેશ બન્યો છે.આ અંગેની જાણકારી નેશનલ સ્પેસ એજન્સીએ પણ આપી દીધી છે. હોપે સૌર મંડળના સૌથી મોટા જ્વાળામુખીના ફોટા ક્લિક કરીને પૃથ્વી પર મોકલી આપ્યા છે. સ્પેસ એજન્સીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે સવારની રોશનીમાં ઓલંપસ મોંસ ઉભરીને આવતો દેખાઈ રહ્યો છે.

આ ફોટો બુધવારે અંતરિક્ષ યાન દ્વારા 24700 કિમીની ઊંચાઈએથી લેવામાં આવ્યો છે. આ મિશનનો હેતુ મંગળ ગ્રહ પરની સીઝન પરથી પડદો ઉઠાવવાનો છે પરંતુ  હવે આ અંતરિક્ષ અભિયાનને અરબ ક્ષેત્રના યુવાનો માટે પણ એક પ્રેરણા તરીકે જાહેર કરવા ઈચ્છે છે. હોપ એ ત્રણ અંતરિક્ષયાનોમાંનુ એક છે જે મંગળ ગ્રહ સુધી પહોંચ્યું છે. ચીન અને અમેરિકાએ પણ ગયા વર્ષે જુલાઈમાં મંગળ માટે અંતરિક્ષયાન મોકલ્યા હતા. જુલાઈના સમયમાં પૃથ્વી અને મંગળ વચ્ચે સૌથી ઓછું અંતર જાેવા મળે છે.