લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, એપ્રીલ 2026 |
1683
સંયુક્ત આરબ અમીરાત ઈરાન યુદ્ધમાં સીધા સામેલ થવાની તૈયારી કરી રહ્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, યુએઇ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રસ્તાવમાં હોર્મુઝ સ્ટ્રેટને બળજબરીથી ખોલવા માટે તમામ રીતોનો ઉપયોગ કરવાની પરવાનગી માગવામાં આવી રહી છે. આ અંતર્ગત હોર્મુઝ સિક્યુરિટી ફોર્સ બનાવવામાં આવશે, જે જહાજાેની સુરક્ષા સુનિશ્ચિત કરશે.
હોર્મુઝ એક ખૂબ જ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, જેના દ્વારા વિશ્વનું લગભગ ૨૦% તેલ પસાર થાય છે. ઈરાને આ માર્ગ બંધ કરી દીધો છે, જેનાથી સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. યુએઇ પ્રથમ ખાડી દેશ બની શકે છે જે આ યુદ્ધમાં સીધો ભાગ લેશે. તાજેતરના દિવસોમાં ઈરાને યુએઇ પર મિસાઈલ અને ડ્રોન હુમલા તેજ કર્યા છે. અત્યાર સુધીમાં લગભગ ૨૫૦૦ હુમલા થઈ ચૂક્યા છે, જેમાં એરપોર્ટ, રહેણાંક ઇમારતો અને ઓઇલ ફેસિલિટી જેવી નાગરિક સુવિધાઓને નુકસાન થયું છે. યુએઇ અન્ય દેશો સાથે ગઠબંધન બનાવવાની માગ કરી રહ્યું છે. યુએઇ અમેરિકા, યુરોપ અને એશિયાના દેશોને અપીલ કરી રહ્યું છે કે તેઓ એકસાથે ગઠબંધન બનાવે અને સ્ટ્રેટને સુરક્ષિત કરે. યુએઇ અધિકારીએ વોલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું કે ઈરાન પોતાનો જીવ બચાવવા માટે લડી રહ્યું છે, તેથી તે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને પણ બરબાદ કરવા તૈયાર છે. યુએઇનું માનવું છે કે જાેUNSC પ્રસ્તાવને મંજૂરી મળી જાય તો હાલમાં ખચકાઈ રહેલા એશિયન અને યુરોપિયન દેશો પણ હોર્મુઝને ખોલાવવામાં મદદ કરવા માટે આગળ આવી શકે છે. રશિયા-ચીન યુએઇના પ્રસ્તાવ પર વીટો કરી શકે છે. રિપોર્ટ અનુસાર, રશિયા અને ચીન આ પ્રસ્તાવને વીટો કરી શકે છે. રિપોર્ટમાં ખાડી અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભલે પ્રસ્તાવ પસાર ન થાય, યુએઇ તેમ છતાં સૈન્ય પ્રયાસોમાં સમર્થન આપવા તૈયાર છે.
ઈરાને દરિયાઈ માર્ગ બંધ કરતાં અમેરિકા અને નાટો સામસામે
વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠન નાટો ના ભવિષ્ય પર જાેખમ તોળાઈ રહ્યું છે. ઈરાન સામેના યુદ્ધમાં યુરોપીય દેશોએ સહયોગ આપવાની મનાઈ કરી દેતાં ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થયા છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, ઈરાન સાથેનો સંઘર્ષ પૂરો થયા બાદ અમેરિકા નાટો સાથેના સંબંધો પર પુનર્વિચાર કરશે. રુબિયોએ સવાલ ઉઠાવ્યો છે કે જાે અમેરિકા પોતાના હિતો માટે સાથી દેશોના સૈન્ય મથકોનો ઉપયોગ જ ન કરી શકે, તો આવા એકતરફી ગઠબંધનનો શો અર્થ? આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધી અને ટ્રમ્પે નાટો સહયોગીઓને પોતાના યુદ્ધજહાજાે મોકલી આ દરિયાઈ માર્ગ ખોલવા અપીલ કરી. ફ્રાન્સ અને સ્પેન જેવા દેશોએ આ અભિયાનમાં જાેડાવાની ના પાડી દેતા ટ્રમ્પ અત્યંત નારાજ થયા છે.