અમદાવાદ, અમદાવાદ સોલા ઉમિયાધામ ખાતે યોજાઇ રહેલા શિલાન્યાસ કાર્યક્રમનો આજે બીજાે દિવસ છે આજે ૧૦૧ યજમાનો સાથે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજ્ઞ સવારે ૯ થી શરૂ થયો હતો અને સાંજે ૪ વાગે યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું. મુખ્ય યજમાનમાં આજે બાબુભાઈ જમનાદાસ પટેલ હતા સાથે સાથે ૯ અલગ અલગ યજ્ઞ કુંડ સાથે બીજા ૧૦૧ યજ્ઞ કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં યજમાનો એ ભાગ લીધો હતો. શિલાન્યાસ કાર્યકર્મ માં વિશેષ બહેનો એ અલગ અલગ સાડી થીમ રાખી છે. ઉપરાંત ગઇકાલે પોથી યાત્રા અને મંત્ર લેખન માટે એક અનોખો રેકોર્ડ થાય તે માટે પણ મહેમાનો ને આમંત્રણ આપવામાં આવ્યું છે. આવતીકાલે કાર્યકમની પુર્ણાહુતિ કરવામાં આવશે. જેમાં સવારે શીલા પૂજન કરવામાં આવશે. ૫૦૧ શીલા પૂજન આવતીકાલે થસે. આવતીકાલે સી એમ અને પૂર્વ નાયબ પ્રધાન નિતિન પટેલ અને પુરસોત્મ રૂપાલા, મનસુખ માંડવિયા સહિત અનેક સામાજિક સંસ્થાના અગ્રણીઓ અને સાધુ મહંતો ઉપસ્થિત રહેવાના છે.