દિલ્હી-

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટ્વીટ કરીને આ જાણકારી આપતા જણાવ્યું હતું કે, તેઓ ડોક્ટરની સલાહ મુજબ દવા લઇ રહ્યો છું. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરાવવા માટે અપીલ પણ કરી હતી. ટ્વીટ કરીને તેમણે કહ્યું હતું કે, મંત્રાલયમાં કામકાજ જરૂરી સાવધાનીઓ રાખીને સામાન્ય રીતે ચાલુ જ રહશે.


જોકે  5 દિવસ પહેલા એટલે કે 14 એપ્રિલના રોજ શિક્ષણમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શિક્ષણ મંત્રાલય અને CBSEના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી કાર્યલયમાં બેઠક યોજી હતી. ત્યારબાદ CBSE ધોરણ 12ની પરીક્ષા અને ધોરણ 10ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો.