કેન્દ્રીય નાણાંપ્રધાન સીતારમણનું નિવેદન, આર્થિક-કટોકટીથી બચવા સરકાર નવી કરન્સી-નોટ નહીં છાપે
26, જુલાઈ 2021 2673   |  

દિલ્હી-

કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે દેશમાં આર્થિક કટોકટી ઊભી થઈ છે તે છતાં એનાથી બચવા માટે નવી ચલણી નોટો છાપવાનો કેન્દ્ર સરકારનો કોઈ વિચાર નથી એમ કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારામને જણાવ્યું છે. ઘણા અર્થશાસ્ત્રીઓ અને આર્થિક જગતના નિષ્ણાતોએ એવું સૂચન કર્યું છે કે કોરોના બીમારીના ફેલાવાને કારણે જે આર્થિક પાયમાલી થઈ છે એની સામે અર્થતંત્રને ટેકો પૂરો પાડવા સરકારે વધારે ચલણી નોટો છાપવી જાેઈએ અને નોકરીઓને રક્ષણ પૂરું પાડવું જાેઈએ. આ વિશે લોકસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં નાણાં પ્રધાન સીતારામને સ્પષ્ટ જવાબ આપ્યો કે નવી ચલણી નોટો છાપવાનો સરકારનો કોઈ વિચાર નથી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution