કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસઃ આ તારીખે સાંજે અમદાવાદ આવશે, લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે

ગાંધીનગર-

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમિત શાહ તારીખ ૧૦ ના રોજ સાંજે અમદાવાદ આવશે. તેઓ ૧૧ તારીખે બપોરે ૪ કલાકે સાણંદ એપીએમસીમાં લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. તદુપરાંત તેઓ સાણંદ-બાવળા તાલુકાના ૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કરશે. અમિત શાહ ૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૮ કામોનું ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ ૧૨ તારીખના રોજ સવારે અમિત શાહ જગન્નાથના મંદિરમાં મંગળા આરતીમાં હાજરી આપશે. તેઓ પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ એવી જાહેરાત કરાઇ હતી કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ૧૨ જુલાઈએ એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને રથયાત્રાના દિવસે સહ પરિવાર ભગવાન જગન્નાથના દર્શન કરશે. અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે પરિવાર સાથે મંગળા આરતીમાં હાજર રહે છે. ત્યારે તેઓ આ વખતે પણ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે. જાે કે, અમિત શાહના ગુજરાત પ્રવાસમાં થોડોક ફેરફાર કરાયો છે. એટલે કે તેઓ ૧૨ તારીખને બદલે ૧૦ તારીખે અમદાવાદ આવશે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution