અમદાવાદ-

અમદાવાદની સોલા સિવિલમાં કોરોના દર્દીઓને સાજા કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. સતત ટેન્શનમાં રહેલા દર્દીઓને માનસિક રીતે ટ્રેસ મુક્ત કરવા માટે કરાયો એક નવતર પ્રયોગ કોરોનાના વોર્ડમાં કરાયો છે. જેમાં એ સિમ્ટોમેટિક તેમજ જે દર્દીઓ અને ઓછા પ્રમાણમાં ઓક્સિજન આપવું પડતું હોય તેવા દર્દીઓને સોલા સિવિલના ફિઝીયોથેરાપી ડિપાર્ટમેન્ટ દ્વારા અનોખી રીતે મનોરંજન પુરુ પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.