દુબઇ-

આવતા વર્ષે દિવાળીમાીં દુબઇમાં હિન્દુ માટે મંદિરનું શુભઆંરભ કરવામાં આવશે. મીડિયા અહેવાલોમાં આની જાણ કરવામાં આવી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં રોગચાળા દરમિયાન આ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. દુબઈની કમ્યુનિટિ ડેવલપમેન્ટ ઓથોરિટી અનુસાર, શહેરના જેબલ અલી વિસ્તારમાં ગુરુ નાનકસિંહ દરબાર નજીક મંદિર બનાવવામાં આવી રહ્યું છે, જે દુબઈમાં સિંધી ગુરુ દરબારનો વિસ્તાર છે.

સિંધી ગુરુ દરબાર મંદિર અહીં સ્થિત સૌથી પ્રાચીન હિન્દુ મંદિરોમાંનું એક છે, જે 1950 માં શરૂ થયું હતું. રવિવારે ગલ્ફ ન્યૂઝ સાથે વાત કરતા, મંદિરના ટ્રસ્ટીઓમાંથી એક રાજુ શ્રોફે કહ્યું, "આ મંદિર યુએઈ અને દુબઇમાં લોકોની ખુલ્લી માનસિકતા અને માનસિકતાનું લક્ષણ છે." તેમણે ઉમેર્યું, " 1950 ના દાયકાનુ એક નાના ઓરડાના મંદિરથી લઇને 70,000 ચોરસ ફૂટના નવા મંદિરની સફર દુબઇના શાસકોની ઉદારતા અને અભૂતપૂર્વ સમર્થન વિના શક્ય ન બન્યુ હોત.

ખલીજ ટાઇમ્સના અહેવાલ મુજબ, આ મંદિર હિન્દુઓના 11 દેવતાઓનું ઘર હશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મંદિરનું બાંધકામ 25,000 સ્ક્વેર ફીટ જમીનમાં બનાવવાનું છે, જ્યારે આ સમગ્ર સંકુલ 75,000 ચોરસ ફૂટના ક્ષેત્રમાં ફેલાયેલું છે. સ્ટ્રક્ચરમાં બે બેસમેન્ટ હશે, ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો ફ્લોર હશે.  મંદિરમાં 4,000 ચોરસ ફૂટનો કમ્યુનિટી હોલ પણ હશે જેમાં આશરે 775 લોકોને સમાવવાની ક્ષમતા અને નાના સમારંભો માટે 1000 ચોરસ ફૂટનો બહુહેતુક ઓરડો હશે. તેમાં ભાગ લેનારા લોકોની ક્ષમતા 100 હશે. આ ભવ્ય મંદિરના નિર્માણ કાર્યથી હિન્દુ સમુદાયે ભારે આનંદ વ્યક્ત કર્યો છે.