UP: કાનુપરમાં પોલીસ પર અંધાધૂંધ ફાયરિંગ, 8 પોલીસ જવાન શહીદ

ઉતરપ્રદેશ,

ઉત્તરપ્રદેશના કાનુપરમાં હિસ્ટ્રી શીટર વિકાસ દૂબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ અથડામણમાં 8 પોલીસકર્મચારીઓ શહીદ થયા છે.ઘાયલ તમામ પોલીસ કર્મીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલોખોરો અને પોલીસ ટીમ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ હુમલાખોરોએ પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું.

મળતી માહિતી મુજબ અથડામણ દરમિયાન બિઠૂર પોલીસ સ્ટેશનના પ્રભારી કૌશલલેન્દ્ર પ્રતાપસિંહ સહિતના અનેક પોલીસકર્મીઓને ગોળી વાગી હતી. હુમલાખોરોમાં વિકાસ દુબેનું નામ પણ સામે આવી રહ્યું છે.વિકાસ દુબે પોલીસ સ્ટેશનમાં જઈ રાજ્યપ્રધાન અને પોલીસકર્મીઓ સિહત કેટલાક લોકોની હત્યા કરી ચૂક્યો છે. એડીજી કાનપૂર ઝોન આઈજી રેન્જ એસએસપી કાનપુર સહિત કેટલાક પોલીસકર્મીઓ પણ હાજર હતા. અથડામણ બાદ બદમાશો ફરાર થઈ ગયા હતા. જેની શોધખોળ માટે પોલીસનું કૉમ્બિંગ ઑપરેશન શરૂ છે.યોગી આદિત્યનાથે કાનપુરમાં ગોળીબારમાં શહિદ થયેલા પોલીસકર્મીઓના પરિવારજન પ્રત્યે સંવેદન વ્યકત કરી હતી. યોગીએ બદમાશો પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કાનપુરમાં એક હિસ્ટ્રી શીટરને પકડવા ગયેલી પોલીસ ટીમ પર બદમાશોએ ફાયરિંગ કર્યું હતુ. જેમાં 8 પોલીસકર્મીઓ શહિદ થવા પર સંવેદના વ્યકત કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution