વેરાવળ-

વેરાવળ પીપલ્સ બેંકના ચેરમેન અને લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઇ તન્નાની ગુજરાત અર્બન કો.ઓપ. બેંક ફેડરેશનના ડીરેકટર નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત અર્બન કો.ઓપ. બેંક ફેડરેશન રાજયકક્ષાનું સંગઠન છે. જે રાજયની ૨૧૮ જેટલી સહકારી બેંકોને લગતા પ્રશ્નોના નિરાકરણ અંગે સરકાર, રીઝર્વ બેંક અને અન્ય સરકારી એજન્સીઓ સાથે રજુઆતો કરતી હોય છે.

આ સંસ્થામાં રાજયના સહકારી ક્ષેત્રના અનુભવી આગેવાનો, કાયદા તથા સહકારી બેંકોને સંલગ્ન બાબતોની જાણકારી તેમજ સમજણ ઘરાવતા વ્યક્તિઓને સમાવેશ કરાતો હોય છે. ત્યારે સહકારી ક્ષેત્રનો બહોળો અનુભવ ઘરાવતા એવા પીપલ્સ બેંકના ચેરમેન વિક્રમભાઇ તન્નાની ગુજરાત અર્બન કો.ઓપ. બેંક ફેડરેશનોમાં નિમંત્રતિ ડીરેકટર તરીકે ફેડરેશનના ચેરમેન જયોતીન્દ્રભાઇ મહેતાએ નિયુક્તિ કરી છે. વિક્રમભાઇ તન્ના હાલ વેરાવળ પીપલ્સ બેંકના ચેરમેન ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છની અંદાજે ૩૮ નાગરીક સહકારી બેંકોના ક્ષેત્રીય સંગઠનનું પણ ચેરમેદ પદે સેવા આપી રહયા છે. આગામી દિવસોમાં તેમના અનુભવનો ફેડરેશનને લાભ મળશે. આ નિયુક્તિને પીપલ્સ બેંક પરીવાર વતી બેંકના સીઇઓ રજનીકાંત ચંદારાણા અને સહકારી ક્ષેત્રના આગેવાનોએ ગૌરવ સમાન હોવાની લાગણી વ્યકત કરી હોવાનું એક યાદીમાં જણાવેલ છે.